JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

રાજકોટમાં મોંઘવારીનો ડાઘો: ફ્ટાકડાના ભાવમાં 20 થી 25 ટકાનો તોતિંગ વધારો છતાં બજારમાં સુસ્તી

Oct 26, 2026 | 00:10 | By JAMNAGAR MIRROR
રાજકોટમાં મોંઘવારીનો ડાઘો: ફ્ટાકડાના ભાવમાં 20 થી 25 ટકાનો તોતિંગ વધારો છતાં બજારમાં સુસ્તી
વીજળી, ફરસાણ અને મીઠાઈ બાદ હવે દિવાળીના તહેવારમાં ફ્ટાકડા પણ મોંઘા બન્યા છે. ગત વર્ષની સરખામણીએ ફ્ટાકડાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થયો છે, જેના કારણે મધ્યમ વર્ગના બજેટ પર ભાર વધી ગયો છે. બીજી તરફ પરીક્ષાઓ અને મહિનાની શરૂઆત હોવાને કારણે હાલ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવાળીનો તહેવાર એટલે રોશની અને ધમાકાનો અસલી આનંદ, પરંતુ આ વખતે મોંઘવારીએ તહેવારના રંગમાં થોડો ભંગ પાડ્યો છે. વીજળી, ફરસાણ અને મીઠાઈના ભાવ તો પહેલેથી જ લોકોને રડાવી રહ્યા હતા, અને હવે બજારમાં ફ્ટાકડાના ભાવ પણ ભડાકાભેર વધ્યા છે. રાજકોટમાં આ વર્ષે ફ્ટાકડા બજારમાં સીધો 20 થી 25 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે જે ફ્ટાકડા 100 રૂપિયામાં વેચાતા હતા, તે જ ફ્ટાકડા ખરીદવા માટે આ વર્ષે ગ્રાહકોએ 120 થી 125 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. ખાસ કરીને નાના બાળકોની પહેલી પસંદ એવી ફુલઝડી, જમીન ચક્કરી અને અવાજ કરતા બોમ્બના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જેને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું દિવાળીનું બજેટ ખોરવાઈ ગયું છે.

આ મોંઘવારી પાછળનું મુખ્ય કારણ આપતા વેપારીઓનું કહેવું છે કે શિવાકાશી સહિતના મુખ્ય પ્રોડક્શન હબ પર આ વખતે ફ્ટાકડાનું ઉત્પાદન ઘટ્યું છે. આ ઉપરાંત લેબર ચાર્જમાં વધારો, પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વધી ગયો છે, જેની સીધી અસર ફ્ટાકડાના બોક્સ પર લાગેલા પ્રાઇઝ ટેગ પર પડી છે. જો કે આટલી મોંઘવારી છતાં વેપારીઓને પૂરો વિશ્વાસ છે કે દિવાળીના સમયે લોકો ખરીદી તો કરશે જ, કેમ કે ફ્ટાકડા વગર તો તહેવારની મજા જ અધૂરી રહે છે.

હાલની સ્થિતિની વાત કરીએ તો, બજારમાં અપેક્ષિત ઘરાકી જોવા નથી મળી રહી. અત્યારે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલી રહી છે અને દિવાળી પણ મહિનાની શરૂઆતમાં જ આવી રહી છે, જેને લીધે હાલ ફ્ટાકડા બજારમાં એકદમ મંદી જેવું વાતાવરણ છે. ગ્રાહકો હજુ બજારમાં ખરીદી માટે બહાર નથી આવ્યા. પરંતુ વેપારીઓ આશાવાદી છે કે તહેવારના છેલ્લા પખવાડિયામાં બજાર પકડ પકડશે અને ઘરાકીમાં સારી એવી તેજી જોવા મળશે.

LATEST ARTICLES