JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

પિનારાયી વિજયનની દીકરીની મુશ્કેલીઓ વધી, EDના હાથમાં લાગી એક રહસ્યમય નોટબુક

Oct 26, 2026 | 00:10 | By JAMNAGAR MIRROR
પિનારાયી વિજયનની દીકરીની મુશ્કેલીઓ વધી, EDના હાથમાં લાગી એક રહસ્યમય નોટબુક
કેરળના ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર પિનારાયી વિજયનની દીકરી ટી. વીણાની મુશ્કેલીઓ હવે વધુ ઘેરાતી દેખાઈ રહી છે. સીએમઆરએલ-એક્સાલોજિક મની લોન્ડરિંગ કેસમાં EDએ તપાસનો ધમધમાટ વધાર્યો છે. તપાસ એજન્સીના હાથમાં વીણાના ઘરેથી જપ્ત કરાયેલી એક નોટબુક આવી છે, જેમાં હવાલા અને કરોડોના શંકાસ્પદ વ્યવહારોની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

કેરળના રાજકારણમાં અત્યારે એક મોટો ધડાકો થયો છે, અને ચર્ચાના કેન્દ્રમાં છે ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર પિનારાયી વિજયનના દીકરી ટી. વીણા. ચર્ચિત સીએમઆરએલ-એક્સાલોજિક મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED હવે એકદમ એક્શન મોડમાં આવી ગયું છે. EDએ કેરળના ડીજીપીને મોકલેલા 25 પેજના પત્રમાં કેટલાક એવા ચોંકાવનારા ખુલાસા કર્યા છે જેણે સૌને ચોંકાવી દીધા છે.

આ આખા મામલાની શરૂઆત 27 મે 2026ના રોજ થઈ હતી, જ્યારે EDએ ટી. વીણાના ઘરમાં દરોડા પાડીને એક નોટબુક જપ્ત કરી હતી. આ નોટબુક હવે આ કેસમાં સૌથી મોટો પુરાવો સાબિત થઈ રહી છે. EDના દાવા મુજબ, આ નોટબુકના એક જ પાના પર હિસાબ-કિતાબની જે વિગતો લખેલી છે તે કોઈ મોટા ગોટાળા તરફ ઈશારો કરે છે. આ પાના પર AED 2,82,600 ની કુલ ડિપોઝિટ અને AED 1,46,600 યુએઈમાં રહેતા ફૈયાઝ વીપી નામના શખ્સને ટ્રાન્સફર કર્યાની નોંધ જોવા મળી છે. ED આ ફૈયાઝ વીપીને મુખ્ય સાથીદાર માની રહી છે.

EDએ સ્પષ્ટ કર્યું છે કે આ નોટબુક કોઈ સામાન્ય ડાયરી નથી, પરંતુ આખી ગેમ કંઈક અલગ જ છે. આ નોટબુકથી એ વાતના પાકા પુરાવા મળે છે કે ભારતીય રૂપિયાને ગલ્ફના દેશોના ચલણ દિરહામમાં બદલીને હવાલા દ્વારા ગેરકાયદેસર રીતે રફૂચક્કર કરવામાં આવતા હતા. રાજકીય કનેક્શન અને આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાંની હેરાફેરીના આ મામલાએ હવે જોર પકડ્યું છે, ત્યારે આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા નામ બહાર આવે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. સામાન્ય લોકોમાં પણ આ હાઈ-પ્રોફાઈલ કેસની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

LATEST ARTICLES