અમેરિકાના મિનેસોટા રાજ્યમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા છે. સોમાલિયન સમુદાયના કેટલાક લોકો દ્વારા સરકારી ફંડ હડપ કરવા માટે એક નવો જ કિમિયો અજમાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, મિનેસોટામાં એવા ડે-કેર સેન્ટર ચાલતા હતા જે કાગળ પર તો ધમધમતા હતા, પણ હકીકતમાં ત્યાં કોઈ બાળકો આવતા જ નહોતા! આ પ્રકારના ડે-કેરને ઘોસ્ટ ડે-કેરનું નામ આપવામાં આવ્યું છે. આ આખા કૌભાંડનો પર્દાફાશ જાણીતા કન્ટેન્ટ ક્રિએટર નિક શિર્લી અને ડેક્સટરે હાઉસ હિયરિંગમાં સબૂત સાથે કર્યો છે.
આ મામલો સામે આવ્યા બાદ અમેરિકાના રાજકારણમાં અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે. આખી ઘટના વિશે વાત કરીએ તો, મિનેસોટામાં સોમાલિયન કમ્યુનિટીના નામે ચાલતી સંસ્થાઓ સરકાર પાસેથી બાળકોની સંભાળ રાખવા માટે મોટું ફંડ મેળવતી હતી. પરંતુ જ્યારે હકીકતની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે ગ્રાઉન્ડ પર એવા કોઈ ડે-કેર સેન્ટર હાજર જ નથી અથવા તો ત્યાં અંદર તાળા મારેલા હોય છે. આ રીતે કોઈ પણ કામ કર્યા વગર સરકારી તિજોરીમાંથી કરોડો ડોલરની છેતરપિંડી આચરવામાં આવી છે. આ ફ્રોડ બોમ્બ શેલ ફૂટ્યા પછી હવે તપાસ એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ છે.
આ હાઉસ હિયરિંગમાં રજૂ કરવામાં આવેલા પુરાવાઓ જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. નિક શિર્લી અને ડેક્સટરે પોતાના વિડિયો અને ગ્રાઉન્ડ રિપોર્ટના આધારે સાબિત કર્યું કે કેવી રીતે ટેક્સ પેયર્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ ગહોસ્ટ ડે-કેર કૌભાંડના ખુલાસા બાદ હવે લોકલ પોલિટિક્સ ગરમાયું છે અને કડક એક્શન લેવાની માંગ ઉઠી છે. સામાન્ય નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે આટલા મોટા પાયે સરકારી યોજનાઓની આંખ આડા કાન કરીને કેવી રીતે છેતરપિંડી થઈ શકે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની પૂરી શક્યતા છે.
