JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ભારતીય બંદરો બનશે સુપર ફાસ્ટ, રોટરડેમ પોર્ટ સાથે મળીને ડિજિટલ બનશે કાર્ગો પ્રક્રિયાઓ

Oct 25, 2026 | 22:35 | By JAMNAGAR MIRROR
ભારતીય બંદરો બનશે સુપર ફાસ્ટ, રોટરડેમ પોર્ટ સાથે મળીને ડિજિટલ બનશે કાર્ગો પ્રક્રિયાઓ
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે યુરોપના સૌથી મોટા રોટરડેમ પોર્ટની મુલાકાત લીધી છે. ભારત અને રોટરડેમ પોર્ટ ઓથોરિટીઝ કાર્ગો હેન્ડલિંગને સ્પીડ આપવા અને જહાજોનો ટર્નઅરાઉન્ડ ટાઈમ ઘટાડવા માટે સાથે મળીને ડિજિટલ ટેકનોલોજી અપનાવી રહી છે. દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોર્ટ કેપેસિટીમાં પણ મોટો વધારો કરવામાં આવશે.

આપણા દેશના વેપાર અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટના કામકાજને વધુ ફાસ્ટ બનાવવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પિયુષ ગોયલે રવિવારે જણાવ્યું હતું કે, ભારત અને યુરોપના સૌથી મોટા રોટરડેમ પોર્ટ ઓથોરિટીઝ સાથે મળીને દેશમાં કાર્ગો પ્રોસેસને ડિજિટલ બનાવવા પર કામ કરી રહ્યા છે. આનાથી બંદરો પર માલસામાનની હેરફેર ઝડપી બનશે અને સમુદ્રમાં આવતા જહાજોને પોર્ટ પર રોકાવવાનો સમય અર્થાત ટર્નઅરાઉન્ડ ટાઈમ ઘટશે. આ માટે ભારતીય કસ્ટમ ઓથોરિટી અને રોટરડેમ પોર્ટના અધિકારીઓ વચ્ચે આધુનિક ધોરણો અપનાવવા માટે ચર્ચાઓ અને કામગીરી ચાલી રહી છે.

મંત્રી પિયુષ ગોયલે તેમની આ મુલાકાત દરમિયાન રોટરડેમ પોર્ટના સીઈઓ બૌડેવિજ્ન સિમોન્સ સાથે પણ ખાસ બેઠક કરી હતી. તેમણે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં દેશની પોર્ટ કેપેસિટી ડબલ થઈ ગઈ છે, છતાં ભારતને હજુ પણ વધુ કેપેસિટીની જરૂર છે. આગામી 2047 સુધીમાં દેશના જીડીપી ગ્રોથ અને ઇન્ટરનેશનલ ટ્રેડને સપોર્ટ કરવા માટે આપણે પોર્ટ કેપેસિટીને બે ગણી વધારે વધારવી પડશે. આ વ્યુહરચના દેશના બિઝનેસ જગત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

રોટરડેમ પોર્ટ એ યુરોપનું સૌથી મોટું પોર્ટ છે, જે ભારતીય ગુડ્સ માટે યુરોપિયન માર્કેટમાં પ્રવેશવાનું એક મોટું ગેટવે છે. આ પોર્ટ ગ્લોબલ સપ્લાય ચેઈન અને ઇન્ટરનેશનલ ટ્રેડ માટે એક મુખ્ય હબ ગણાય છે. મંત્રીની આ મુલાકાત ખાસ કરીને ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના સંદર્ભમાં નેધરલેન્ડ્સના વ્યૂહાત્મક મહત્ત્વને દર્શાવે છે. આ કરાર થવાથી બંને તરફના બિઝનેસમેનો અને કંપનીઓ માટે બિઝનેસની અપાર સંભાવનાઓ ખુલી જશે અને વિદેશી વેપારને નવું બળ મળશે.

LATEST ARTICLES