JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ડીસા માર્કેટયાર્ડમાં પાંચસો કરોડથી વધુનું જીએસટી કૌભાંડ ઉજાગર કરનાર વેપારીનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું

Oct 24, 2026 | 04:45 | By JAMNAGAR MIRROR
ડીસા માર્કેટયાર્ડમાં પાંચસો કરોડથી વધુનું જીએસટી કૌભાંડ ઉજાગર કરનાર વેપારીનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું

ઉત્તર ગુજરાતના મહત્વના એવા ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પાંચસો કરોડ રૂપિયાથી વધુનું જંગી જીએસટી કૌભાંડ સામે આવતા સમગ્ર વેપારી આખામાં ભારે ખળભળાટ મચી ગયો છે. માર્કેટયાર્ડના એક જાગૃત વેપારીએ પોતાની પેઢી આગળથી જ દ્રશ્યો સાથેનો એક વિડીયો વાયરલ કરીને આ સુનિયોજિત કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ અને અખબારોમાં અહેવાલો પ્રસિદ્ધ થયા પછી માર્કેટયાર્ડના સત્તાધીશો અને ભ્રષ્ટ તત્વોમાં દોડધામ મચી ગઈ હતી. આ ગંભીર મામલાને દબાવી દેવા માટે અને સત્ય બહાર લાવનાર વેપારીને સજા કરવા માટે માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા અત્યાચારી પગલાં લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

સત્ય ઉજાગર કરનાર વેપારીનો અવાજ દબાવી દેવાના હેતુથી બજાર સમિતિના સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે તે વેપારીનું વેપારી લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે અને માર્કેટયાર્ડમાં તેની ખરીદીની તમામ કામગીરી પર રોક લગાવી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ વેપારી પાસે સ્પષ્ટતા માંગવાના બદલે તેને ડરાવી-ધમકાવીને માફીપત્ર કઢાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. પોતાના પગ નીચે રેલો ન આવે તે માટે માર્કેટના કેટલાક પ્રભાવશાળી લોકો આ સમગ્ર પાંચસો કરોડથી વધુની કર ચોરીના મામલાને રફેદફે કરવા માટે ખોટા બિલો બનાવવાની અને પ્રકરણને દબાવવાની રમત રમી રહ્યા છે, જેના કારણે ભોગ બનનાર વેપારી અત્યારે ભારે માનસિક મૂંઝવણ અને ડરના માહોલ હેઠળ જીવી રહ્યો છે.

ઘણા સમયથી ચાલતી આ કરોડો રૂપિયાની જીએસટી ચોરીના મામલે હવે સ્થાનિક સ્તરે અનેક સવાલો ઉઠી રહ્યા છે. નામ ન આપવાની શરતે કેટલાક વેપારીઓએ પણ સ્વીકાર્યું છે કે આ બજાર સમિતિમાં વર્ષોથી મોટાપાયે કર ચોરીનું નેટવર્ક સક્રિય છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે શું જવાબદાર સરકારી અધિકારીઓ આટલા મોટા આર્થિક કૌભાંડ સામે નિષ્પક્ષ તપાસ હાથ ધરશે કે પછી કાગળ પર જ તપાસના નાટકો ભજવીને ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવશે. રાજ્યના વ્યાપારી વર્ગ અને જાગૃત નાગરિકોની નજર હવે આ વિવાદાસ્પદ મામલે ઉચ્ચસ્તરીય તપાસ ક્યારે શરૂ થાય છે તેના પર ટેવાયેલી છે.

LATEST ARTICLES