રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા શુક્રવારે મોડી સાંજે સત્તર જેટલા વરિષ્ઠ સનદી અધિકારીઓની બદલીના હુકમો જારી કર્યા છે. આ વહીવટી ફેરફાર અંતર્ગત આણંદ જિલ્લાના કલેક્ટર પ્રવીણ ચૌધરીની પણ બદલી કરવામાં આવી છે. તેઓને હવે ઉદ્યોગ અને ખાન નિગમ વિભાગ તેમજ વિશેષ પ્રોજેક્ટ ધોલેરા સરના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકેની નવી જવાબદારી સોંપવામાં આવી છે. પ્રવીણ ચૌધરીએ ગત પચ્ચીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ આણંદ જિલ્લાના કલેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને તેમનો સફળ કાર્યકાળ પૂર્ણ થયા બાદ હવે તેમની ગાંધીનગર ખાતે વરણી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ બે હજાર ત્રેવીસમાં સર્જાયેલા વિવાદાસ્પદ પ્રકરણ બાદ રાજ્ય સરકારે કડક પગલાં લઈને પ્રવીણ ચૌધરીને આણંદના કલેક્ટર પદે નિયુક્ત કર્યા હતા. તેમણે પોતાના આ સવા ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન જિલ્લામાં વહીવટી સ્થિરતા જાળવી રાખવા માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા હતા. તેમની વિદાય બાદ હવે આણંદ જિલ્લાના નવા કલેક્ટર તરીકે વર્ષ બે હજાર અઢારની બેચના તેજસ્વી સનદી અધિકારી અને હાલ કચ્છ ભુજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ઉત્સવ ગૌતમની નિમણૂક કરવામાં આવી છે.
નવા નિયુક્ત થયેલા જિલ્લા કલેક્ટર ઉત્સવ ગૌતમ આગામી સોમવારે સત્તાવાર રીતે પોતાના પદનો કાર્યભાર સંભાળશે. આ ફેરફારથી આણંદ જિલ્લાના વિકાસ કાર્યો અને સરકારી યોજનાઓના અમલીકરણમાં વધુ વેગ આવશે તેવી આશા લોકો સેવી રહ્યા છે. રાજ્ય સરકારના આ વહીવટી સ્તરે થયેલા ફેરફારોથી સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે અને તમામ નવા અધિકારીઓ પોતાની નવી જવાબદારીઓ સંભાળવા માટે તૈયાર છે.
