JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ગાંધીનગર મનપા ચૂંટણી: ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે આચારસંહિતા ભંગ અને પોલીસ ફરજમાં રુકાવટનો ગુનો, જાણો શું હતો સમગ્ર વિવાદ

Oct 12, 2026 | 12:37 | By JAMNAGAR MIRROR
ગાંધીનગર મનપા ચૂંટણી: ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે આચારસંહિતા ભંગ અને પોલીસ ફરજમાં રુકાવટનો ગુનો, જાણો શું હતો સમગ્ર વિવાદ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરવા, ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓની કાયદેસરની કામગીરીમાં રુકાવટ ઊભી કરવા તેમજ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાના ગંભીર આરોપો હેઠળ જીગ્નેશ મેવાણી સહિત ૧૦ લોકો સામે પેથાપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર, ગાંધીનગર મનપા ચૂંટણી પ્રચાર દરમિયાન પેથાપુર અને સેક્ટર ૧૩ પોલીસ ચોકી વિસ્તારમાં આ સમગ્ર વિવાદ સર્જાયો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, મેવાણી અને તેમના સમર્થકો દ્વારા પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી, અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તથા કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરવામાં આવી હતી.

સમગ્ર વિવાદના મૂળમાં રહેલી વિગત એવી છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪ના કોંગ્રેસના ઉમેદવાર યુનુસ પરમારના સમર્થક નિવેષ પંચાલને ચૂંટણી પ્રચાર દરમિયાન મુનાફ પઠાણ નામના વ્યક્તિએ ધમકી આપી હોવાનો આક્ષેપ થયો હતો. આ મામલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી હતી, જે બાદ આ મામલે ઉગ્ર બોલાચાલી અને પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.

ચૂંટણીના માહોલ વચ્ચે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના આગેવાનો સામે ગુનો દાખલ થતાં પાટનગર ગાંધીનગરના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.

LATEST ARTICLES