શ્રીનગર ખાતે જમ્મુ-કાશ્મીર વક્ફ બોર્ડ દ્વારા આયોજિત પ્રથમ વક્ફ દિવસના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગીત 'વંદે માતરમ'ના તમામ છ કડવા વગાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેટલાક ઇમામો અને ધર્મગુરુઓ દ્વારા રાષ્ટ્રગીતના સમર્થનમાં ઊભા થવાને લઈને સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી, જેના પગલે આ ધર્મગુરુઓએ જાહેરમાં ભૂલ સ્વીકારીને માફી માંગી હતી અને અલ્લાહ પાસે ક્ષમાયાચના કરી હતી. દારૂૂલ ઉલૂૂમ રહીમ્યાના રેક્ટર મૌલાના રહમતુલ્લાહ મીરે આ ગાયનને ઇસ્લામિક સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવ્યું હતું, કારણ કે તેમાં માતૃભૂમિને દેવી સમાન દરજ્જો આપવામાં આવ્યો છે જે ઇસ્લામના એકેશ્વરવાદ (તૌહીદ) સાથે સુસંગત નથી.
મૌલાના રહમતુલ્લાહ દ્વારા આ વિરોધ નોંધાવ્યા બાદ બાંદિપોરા પોલીસે તેમને સમન્સ પાઠવીને પૂછપરછ કરી હતી અને પોલીસના જણાવ્યા અનુસાર તેમને ભડકાઉ નિવેદન બાબતે કાઉન્સિલિંગ આપવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે લઘુમતી સંસ્થાઓ અને મુસ્લિમ ઉલેમાઓની સંગઠન (MMU) એ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઇસ્લામ દેશપ્રેમની છૂટ આપે છે પરંતુ માતૃભૂમિની પૂજા કે દેવીકરણની મંજૂરી આપતો નથી. વક્ફ બોર્ડ જેવી ધાર્મિક સંસ્થા દ્વારા જ આવા આયોજનો કરવા અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય હોવાનું સંગઠને ઉમેર્યું હતું.
આ વિવાદ વચ્ચે કાશ્મીરના મુખ્ય અમીર-એ-શરિયત અને મિર્વાઈઝ ઉમર ફારૂૂકને જામિયા મજિદમાં શુક્રવારની નમાઝ અને પ્રવચન આપતા અટકાવવા માટે નજરકેદ કરવામાં આવ્યા હતા. પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ આ પોલીસ કાર્યવાહી અને ધર્મગુરુઓને દબાવવાના પ્રયાસોની આકરી ટીકા કરતા ભાજપ પર મુસ્લિમ ઉલેમાઓનું ભગ્વીકરણ કરવાનો અને તેમને રાજકીય નિયંત્રણમાં લાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
