JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

સીમાંકન બિલ પાછળ ડીએમકે અને એનસીપીના સમર્થનની આશંકા: કાર્તિ ચિદમ્બરમ

સીમાંકન બિલ પાછળ ડીએમકે અને એનસીપીના સમર્થનની આશંકા: કાર્તિ ચિદમ્બરમ
કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકારના આગામી સીમાંકન બિલને પસાર કરાવવા માટે ડીએમકે અને શરદ પવારની એનસીપી જેવી વિપક્ષી પાર્ટીઓએ પોતાના વલણમાં બદલાવ કર્યો હશે.

સંસદના આગામી સત્રમાં ફરીથી રજૂ થનારું વિવાદિત સીમાંકન બિલ હાલમાં રાજકીય ગલિયારામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગત ઓગસ્ટ મહિનામાં પૂરતી બેહૂમતી એટલે કે બે-તૃતીયાંશ બહુમતીના અભાવે આ બિલ સંસદમાં પસાર થઈ શક્યું નહોતું. પરંતુ હવે અચાનક સરકાર ફરીથી આ બિલ લાવવા માટે ઉત્સાહિત દેખાઈ રહી છે, જેને લઈને કોંગ્રેસના શિવગંગાના સાંસદ કાર્તિ ચિદમ્બરમે એવો સંકેત આપ્યો છે કે સરકાર પાસે જરૂરી આંકડાકીય બળ આવી ગયું છે. તેમના મતે, આ બિલને પાસ કરાવવા માટે કોઈક મોટી વિપક્ષી પાર્ટીઓએ પોતાના અગાઉના વલણમાં ફેરફાર કરીને સરકારને સમર્થન આપવું પડ્યું છે, જેથી બે-તૃતીયાંશ બહુમતીનો આંકડો સરળતાથી પાર કરી શકાય.

ચિદમ્બરમે ખાસ કરીને એમ.કે. સ્ટાલિનની આગેવાની હેઠળની ડીએમકે (DMK) અને શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી (NCP-SP) તરફ ઈશારો કર્યો છે. જો કે, એમ.કે. સ્ટાલિને સ્પષ્ટતા કરી છે કે તેમની પાર્ટીના વલણમાં કોઈ બદલાવ આવ્યો નથી અને તામિલનાડુના લોકસભા બેઠકોના ૭.૧૮ ટકા હિસ્સામાં ઘટાડો ન થવો જોઈએ તેવી તેમની માંગ યથાવત્ છે. બીજી તરફ, શરદ પવારની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુળેએ સંકેત આપ્યા છે કે જો જોગવાઈઓ રાષ્ટ્રીય હિતમાં હોય તો તેમનો પક્ષ ચર્ચા માટે ખુલ્લો છે. કાર્તિ ચિદમ્બરમે આશંકા વ્યક્ત કરી છે કે મોટી સંસદ બનવાથી અર્થપૂર્ણ ચર્ચા મુશ્કેલ બનશે અને ઉત્તરીય રાજ્યોને વધુ ફાયદો થશે, જ્યારે દક્ષિણના રાજ્યોના મતદારોનું વજન ઘટી જશે.

આ સિવાય, તામિલનાડુમાં દીપમ વિવાદ અને સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારને મળેલી ઝાટકણી વિશે પણ ચિદમ્બરમે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે મદુરાઈના વિવાદિત સ્તંભ પર દીવો પ્રગટાવવાના આદેશનું પાલન ન કરવા બદલ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. જો કે, કાર્તિ ચિદમ્બરમે સ્પષ્ટ કર્યું હતું કે આ ઘટનાને કારણે મુખ્યમંત્રી વિજયની લોકપ્રિયતા કે સદ્ભાવના પર કોઈ નકારાત્મક અસર નહીં પડે કારણ કે તામિલનાડુના લોકોમાં તેમના પ્રત્યે અપાર પ્રેમ છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર અદાલતના આદેશનું પાલન કરવા માટે બંધાયેલી છે અને આ મુદ્દાને બહારના લોકો દ્વારા જરૂર કરતા વધુ મોટો બનાવવામાં આવી રહ્યો છે.

રાજકારણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES