JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ન્યાયતંત્રમાં અનામત અને મેરિટની અવગણના: પૂર્વ CJI બી.આર. ગવઈએ રાષ્ટ્રપતિને પત્ર પાઠવી વ્યક્ત કરી ચિંતા

ન્યાયતંત્રમાં અનામત અને મેરિટની અવગણના: પૂર્વ CJI બી.આર. ગવઈએ રાષ્ટ્રપતિને પત્ર પાઠવી વ્યક્ત કરી ચિંતા
દેશની ઉચ્ચ અદાલતોમાં જજોની નિયુક્તિ અને બદલીમાં એક જ સમાજને પ્રાથમિકતા અપાતી હોવાનો પૂર્વ મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે રાષ્ટ્રપતિને પત્ર લખીને ન્યાયતંત્રમાં એસસી, એસટી, ઓબીસી અને અલ્પસંખ્યકોના અપૂરતા પ્રતિનિધિત્વ સામે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.

દેશની સર્વોચ્ચ અને વડી અદાલતોમાં જજોની પસંદગી માટેની કોલેજિયમ પદ્ધતિ સામે હવે સવાલો ઉઠવા લાગ્યા છે. ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલેલા એક વિગતવાર પત્રમાં જણાવ્યું છે કે, ન્યાયિક નિયુક્તિઓમાં મેરિટ અને સર્વસમાવેશકતાના સિદ્ધાંતોની સંપૂર્ણ અવગણના કરવામાં આવી રહી છે. તેમના મતે, કોઈ એક ચોક્કસ સમુદાયના ઉમેદવારોને જ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જેના કારણે અન્ય વંચિત વર્ગો અને લઘુમતીઓ પાછળ રહી ગયા છે. પૂર્વ મુખ્ય ન્યાયાધીશે તાજેતરની નિયુક્તિઓ અને બદલીઓમાં દેખાતી પક્ષપાતી નીતિ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે.

સરકારી આંકડાઓનો ઉલ્લેખ કરતા પૂર્વ CJI ગવઈએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૮થી નિયુક્ત થયેલા ૭૧૫ હાઈકોર્ટના જજોમાંથી માત્ર ૨૨ જજો અનુસૂચિત જાતિ (SC), ૧૬ અનુસૂચિત જજાતિ (ST), ૮૯ અન્ય પછાત વર્ગ (OBC) અને ૩૭ અલ્પસંખ્યક સમુદાયમાંથી આવ્યા છે. આંકડા દર્શાવે છે કે બંધારણીય અદાલતોના અંદાજે ૭૫ ટકાથી વધુ જજો સામાન્ય વર્ગમાંથી આવે છે, જ્યારે જાન્યુઆરી ૨૦૨૧થી જાન્યુઆરી ૨૦૨૬ વચ્ચે આ પ્રમાણ વધીને લગભગ ૮૦ ટકા સુધી પહોંચી ગયું છે. વસ્તીના મોટા હિસ્સા સમાન ઓબીસી વર્ગને ઉચ્ચ ન્યાયતંત્રમાં ૧૪ ટકાથી પણ ઓછું પ્રતિનિધિત્વ મળ્યું છે, જે ચિંતાનો વિષય છે.

આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે પૂર્વ ન્યાયાધીશે રાષ્ટ્રપતિને પત્ર દ્વારા હસ્તક્ષેપ કરવા અને બંધારણીય ફરજ મુજબ ન્યાયતંત્રમાં સમાન પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે. તેમણે કોલેજિયમ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા અને હાઇકોર્ટના ન્યાયાધીશોની બદલીમાં પણ મેરિટને બદલે અન્ય પરિબળોને મહત્ત્વ અપાતું હોવાની આશંકા વ્યક્ત કરી છે. જો કે અગાઉ તેઓ કોલેજિયમ પદ્ધતિને વ્યવહારુ માની ચૂક્યા છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતાં તેમણે ન્યાયિક નિમણૂંકોમાં વિવિધતા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતોનું પાલન થાય તે માટે મજબૂત અવાજ ઉઠાવ્યો છે.

રાજકારણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES