JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ગુજરાતની મુસદ્દા મતદાર યાદી જાહેર: 4.48 કરોડથી વધુ મતદારો નોંધાયા, એક વર્ષમાં 8.46 લાખનો વધારો

ગુજરાતની મુસદ્દા મતદાર યાદી જાહેર: 4.48 કરોડથી વધુ મતદારો નોંધાયા, એક વર્ષમાં 8.46 લાખનો વધારો
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની એસએસઆર-૨૦૨૭ અંતર્ગત મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદી મુજબ રાજ્યમાં કુલ ૪.૪૮ કરોડ મતદારો નોંધાયા છે અને નાગરિકો ૨૬ ડિસેમ્બર સુધી નામ ઉમેરા કે સુધારા માટે અરજી કરી શકશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી ચૂંટણીલક્ષી તૈયારીઓના ભાગરૂપે ફોટો મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SSR-2027) અંતર્ગત ગુજરાત રાજ્યની એકીકૃત મુસદ્દા મતદાર યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નવી જાહેર થયેલા આંકડાઓ અનુસાર, રાજ્યમાં કુલ ૪,૪૮,૭૭,૨૮૮ મતદારો નોંધાયેલા જોવા મળ્યા છે, જેમાં ૨,૩૦,૯૦,૦૬૭ પુરુષ, ૨,૧૭,૮૬,૧૫૦ મહિલા અને ૧,૦૭૧ થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. ગત ફેબ્રુઆરી ૨૦૨૬માં જાહેર થયેલી આખરી મતદાર યાદીની સરખામણીએ આ વર્ષે રાજ્યમાં કુલ ૮,૪૬,૫૬૩ મતદારોનો શુદ્ધ વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે કુલ મતદારોની સંખ્યામાં ૧.૯૨ ટકાનો સારો એવો વધારો થયો છે. આ પ્રક્રિયા દરમિયાન નવા નામ ઉમેરવા અને સ્થળાંતર માટેના ૧૨ લાખથી વધુ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે મૃત્યુ કે અન્ય કારણોસર સાડા ત્રણ લાખ જેટલા નામ કમી પણ કરવામાં આવ્યા છે.

મુસદ્દા મતદાર યાદી જાહેર થવાની સાથે જ રાજ્યના નાગરિકો માટે હક્ક-દાવા અને વાંધા રજૂ કરવાનો મહત્વનો તબક્કો શરૂ થઈ ગયો છે. આગામી ૨૬ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી નાગરિકો પોતાની વિગતો ચકાસી શકશે અને જો કોઈ ભૂલ હોય કે નવું નામ જોડાવવું હોય તો સંબંધિત ફોર્મ ભરીને રજૂઆત કરી શકશે. ચૂંટણી પંચ દ્વારા નામ દાખલ કરવા માટે 'ફોર્મ-૬', વિદેશી નાગરિકો માટે 'ફોર્મ-૬એ', વાંધા કે નામ કમી કરવા માટે 'ફોર્મ-૭' અને સરનામું કે વિગતો સુધારવા માટે 'ફોર્મ-૮' નિર્ધારિત કરવામાં આવ્યા છે. નાગરિકોને આ પ્રક્રિયામાં સરળતા રહે તે માટે તા. ૨૯ નવેમ્બર, ૬ ડિસેમ્બર અને ૧૩ ડિસેમ્બર, ૨૦૨૬ એમ ત્રણ રવિવારોના દિવસે વિશેષ ઝુંબેશ દિવસો યોજાશે, જેમાં બૂથ લેવલ ઓફિસર (BLO) પોતાના મતદાન મથક પર સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી ઉપસ્થિત રહીને નાગરિકોની અરજીઓ સ્વીકારશે.

આ વિશેષ સુધારણા કાર્યક્રમમાં ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવા વર્ગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આગામી ૧ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવા નાગરિકો પોતાના મતદાર તરીકે નામ નોંધાવવા માટે સંપૂર્ણપણે પાત્ર બનશે. એટલું જ નહીં, વર્ષ ૨૦૨૭ દરમિયાન ૧ એપ્રિલ, ૧ જુલાઈ અને ૧ ઓક્ટોબરના રોજ ૧૮ વર્ષની વય મર્યાદા વટાવનાર સંભવિત યુવા મતદારો પણ અગાઉથી જ પોતાની નોંધણી માટે અરજી કરી શકશે, જેથી વયમર્યાદા પૂરી થતા જ તેમનું નામ યાદીમાં જોડાઈ જાય. નાગરિકો કોઈપણ મુશ્કેલી વગર ઘરે બેઠા ચૂંટણી પંચના સત્તાવાર વોટર્સ સર્વિસ પોર્ટલ અથવા ECINET મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન માધ્યમથી પણ આ તમામ પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES