JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

મુંબઈમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટ સામે MNSનો વિરોધ, કાર્યક્રમ રદ ન થાય તો આંદોલનની ચીમકી

મુંબઈમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટ સામે MNSનો વિરોધ, કાર્યક્રમ રદ ન થાય તો આંદોલનની ચીમકી
મુંબઈમાં યોજાનાર પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટ સામે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. મોટા સંગીત સમારોહમાં ડ્રગ્સના વેચાણ અને સેવનની આશંકા વ્યક્ત કરી MNS દ્વારા કોન્સર્ટ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે આંદોલનની ચેતવણી આપવામાં આવી છે.

મુંબઈના પોશ વિસ્તારોમાં આવેલા મહાલક્ષ્મી રેસકોર્સ અને એનએસસીઆઈ (NSCI) ડોમ જેવા ભવ્ય સ્થળો પર યોજાતા મોટા સંગીત કાર્યક્રમો સામે હવે રાજકીય વિરોધનાસૂર ઉઠવા લાગ્યા છે. લોકપ્રિય પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝનું આગામી સંગીત કોન્સર્ટ મુંબઈમાં પ્રસ્તાવિત છે, જેને લઈને રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) મેદાને આવી છે. પાર્ટીએ આ કાર્યક્રમ સામે સખત વાંધો વ્યક્ત કરતા સત્તાવાળાઓને આ કોન્સર્ટ તુરંત રદ કરવા અથવા તેના પર પ્રતિબંધ મૂકવા માટેની માંગણી કરી છે. આ મામલે રાજકીય ગરમાવો વધી ગયો છે અને પ્રશાસન તથા આયોજકોની ચિંતામાં પણ વધારો થયો છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા આ વિરોધ પાછળ એક ગંભીર કારણૂ રજૂ કરવામાં આવ્યું છે. પક્ષના આક્ષેપ મુજબ, આવા મોટા સંગીત કાર્યક્રમોમાં યુવા વર્ગ મોટા પ્રમાણમાં એકત્ર થતો હોય છે અને તેની આડમાં નશીલા પદાર્થો એટલે કે ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ તથા સેવન થતું હોવાની અનેક ગંભીર ફરિયાદો ભૂતકાળમાં સામે આવી છે. યુવા પેઢીને બરબાદ થતી અટકાવવા માટે આવા આયોજનો પર અંકુશ લાવવો અનિવાર્ય હોવાનું MNSનું માનવું છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને પાર્ટીએ માત્ર મૌખિક વિરોધ કરવાને બદલે સત્તાવાર રીતે પોલીસ પ્રશાસનને આવેદનપત્ર સુપરત કરીને કડક પગલાં લેવાની માંગ કરી છે.

જો આ વિવાદિત કોન્સર્ટ નિર્ધારિત સમયપત્રક મુજબ યોજવામાં આવશે અને તેને રદ કરવામાં નહીં આવે, તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે તેવી ચીમકી MNS દ્વારા ઉચ્ચારવામાં આવી છે. પક્ષના અગ્રણીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો માંગણી નહીં સ્વીકારાય તો મુંબઈમાં ઉગ્ર 'રસ્તા રોકો' આંદોલન કરવામાં આવશે, જેના કારણે ટ્રાફિક વ્યવ્ષા અને સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે છે. કાર્યક્રમ પહેલાં જ ઉભી થયેલી આ રાજકીય અને સામાજિક કટોકટીના કારણે મુંબઈ પોલીસ અને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે, અને આગામી દિવસોમાં આ મામેલ શું નવો વળાંક લે છે તેના પર સૌની નજર રહેશે.

મનોરંજન વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES