JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

'અનૂપ જલોટા જેવા ભજનો ગાય છે અક્ષય', ટ્વિંકલ ખન્નાએ ખોલ્યા ખિલાડી કુમારના રાઝ

Jamnagar Mirror
લોકપ્રિય ચેટ શો 'કૉફી વિથ કરણ 9'માં ટ્વિંકલ ખન્નાએ અક્ષય કુમારની સવારની આદતો અને ફ્રીમાં શૂટિંગ કરવાની મજાક ઉડાવતા સૌ કોઈ હસીને લોટપોટ થઈ ગયા હતા.

બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર પોતાની ફિલ્મોની સાથે-સાથે પોતાના રમૂજી અને મસ્તીભરા સ્વભાવ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં, કરણ જોહરના ચર્ચિત ચેટ શો 'કૉફી વિથ કરણ 9'માં અક્ષય કુમાર ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશન સાથે મહેમાન બન્યા હતા. આ શો દરમિયાન અક્ષયે અચાનક પોતાની પત્ની અને અભિનેત્રી ટ્વિંકલ ખન્નાને ફોન લગાવીને સ્પીકર પર મૂકી હતી, જેનાથી શોમાં એક અદ્ભુત અને હાસ્યથી ભરપૂર માહોલ સર્જાયો હતો. ફોન ઓન થતાં જ ટ્વિંકલે અક્ષયની અજીબોગરીબ આદતોની પોલ ખોલવાનું શરૂ કરી દીધું હતું.

ટ્વિંકલ ખન્નાએ રમૂજી અંદાજમાં અક્ષયની ફરિયાદ કરતા કહ્યું કે તે સવારે 6 વાગ્યે જ ભજન વગાડવા લાગે છે અને એટલું જ નહીં, ખુદ અનૂપ જલોટાની જેમ તેનાથી પણ જોર-જોરથી ગાવા લાગે છે જેનાથી તેની ઊંઘ બગડી જાય છે. આ ઉપરાંત, ટ્વિંકલે મજાકમાં એવું પણ કહ્યું કે અક્ષય બાથરૂમનો દરવાજો પણ સરખી રીતે બંધ નથી કરતો. આ તમામ ખુલાસાઓ સાંભળીને શોના હોસ્ટ કરણ જોહર અને સેટ પર હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા. વાતચીત આગળ વધતા જ્યારે ટ્વિંકલને ખબર પડી કે અક્ષય આ શોમાં કોઈ પણ પ્રકારની ફી વગર એટલે કે ફ્રીમાં હાજરી આપી રહ્યો છે, ત્યારે તેણે આશ્ચર્ય વ્યક્ત કરતા કરણ જોહર સાથે પણ મસ્તી કરી હતી કે શું કરણ દરેક વસ્તુ માટે પૈસા ઈચ્છે છે?

આ મનોરંજક એપિસોડમાં માત્ર ટ્વિંકલના ફોન કોલની મસ્તી જ નહીં, પરંતુ અક્ષય કુમાર અને રવિ કિશન વચ્ચેની મિત્રતા પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. શો દરમિયાન રવિ કિશને અક્ષયને પોતાનો અત્યંત લોકપ્રિય વાઇરલ હૂક સ્ટેપ અને ખાસ સ્ટાઇલનું વૉક શીખવ્યું હતું. બંને દિગ્ગજ સ્ટાર્સે સાથે મળીને આ સ્ટેપ કર્યો હતો અને દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. અક્ષય અને ટ્વિંકલ વચ્ચેની આ નોકઝોક અને રવિ કિશનની મસ્તીએ આ એપિસોડને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચામાં લાવી દીધો છે.

મનોરંજન વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES