JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પિતાનું નામ મતદાર યાદીમાંથી કમી થતાં નવજાત બાળકી અટવાઈ બર્થ સર્ટિફિકેટથી

પિતાનું નામ મતદાર યાદીમાંથી કમી થતાં નવજાત બાળકી અટવાઈ બર્થ સર્ટિફિકેટથી
પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મતદાર યાદીમાંથી પિતાનું નામ નીકળી જતા બે મહિનાની નવજાત બાળકીને જન્મ પ્રમાણપત્ર મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વહીવટી તંત્રની લાપરવાહીને કારણે એક નવજાત બાળકીનું જન્મ પ્રમાણપત્ર બે મહિના કરતાં વધુ સમય વીતી જવા છતાં મળી શક્યું નથી. પ્રાપ્ત વિગતો અનુસાર, અબ્દુલ હબીબની પત્ની અમીના ખાતૂને ગ ગત 8 સપ્ટેમ્બરે દિનહાટાની સરકારી હોસ્પિટલમાં એક સુંદર બાળકીને જન્મ આપ્યો હતો. નિયમ મુજબ બાળકીના જન્મની નોંધણી કરાવીને સત્તાવાર બર્થ સર્ટિફિકેટ મેળવવું જરૂરી હોય છે, પરંતુ આ પ્રક્રિયામાં કાગળની પૂરતી અને અણધારી અડચણો ઊભી થતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે.

બાળકીના પિતા અબ્દુલ હબીબે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન તેમની જાણ બહાર મતદાર યાદીમાંથી તેમનું નામ હટાવી દેવામાં આવ્યું છે. આ કારણે જ્યારે તેઓ દીકરીના જન્મ પ્રમાણપત્ર માટે ખૂબ જ આવશ્યક એવા રહેઠાણના દાખલા (રેસિડેન્સી સર્ટિફિકેટ) માટે પંચાયતમાં ગયા, ત્યારે અધિકારીઓએ મતદાર યાદીમાં નામ ન હોવાનું બહાનું આગળ ધ ધરીને દસ્તાવેજ આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. વળી, તે સમયે પંચાયતના પ્રધાન પણ હાજર ન હોવાથી પીડિત પરિવારની મુશ્કેલીઓમાં બેવડો વધારો થયો હતો અને તેઓ ન્યાય માટે દરવાજા ખખડાવવા મજબૂર બન્યા છે.

આ મામલે અબ્દુલ હબીબે વહીવટી તંત્રની પારદર્શિતા સામે સવાલો ઉઠાવતા કહ્યું છે કે, તેમની પત્નીનું નામ હજુ પણ મતદાર યાદીમાં કાયમ છે, ઉપરાંત માતા-પિતા બંનેના જન્મના દાખલા તથા વર્ષ 2002ની જૂની મતદાર યાદીમાં પણ પિતાનું નામ મોજૂદ છે, છતાં માત્ર એક ટેકનિકલ કે વહીવટી ભૂલના કારણે નવજાત શિશુના મૂળભૂત અધિકાર સમાન જન્મ નોંધણી પર તેની નકારાત્મક અસર કેમ પડવી જોઈએ? આ ગંભીર બાબતે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) લ્હામુ વાય વાંગડીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને વહીવટીતંત્ર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરીને જલદીથી યોગ્ય ઉકેલ લાવવામાં આવશે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES