JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ઓટોમોબાઈલ

હવે વાહનોના 'ફિંગરપ્રિન્ટ'થી કપાશે ટોલ ટેક્સ, જાણો શું છે નવી MLFF ટેકનિક

Jamnagar Mirror
દેશમાં ટોલ વસૂલાતને અત્યાધુનિક બનાવતી MLFF સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે, જેનાથી 80ની સ્પીડે દોડતા વાહનો પણ બ્રેક માર્યા વગર ડિજિટલ ફિંગરપ્રિન્ટ દ્વારા ટોલ ટેક્સ ચૂકવી શકશે.

ભારતમાં ટોલ પ્લાઝા પર થતા લાંબા ટ્રાફિક જામ અને સમયના બગાડમાંથી મુક્તિ અપાવવા માટે એક અત્યંત ક્રાંતિકારી 'મલ્ટી-લેન ફ્રી ફ્લો' (MLFF) ટેકનોલોજીની શરૂઆત કરવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં FASTag સિસ્ટમ હોવા છતાં વાહનોએ બેરિયર પાસે થોભવું પડે છે, પરંતુ આ નવી વ્યવસ્થા હેઠળ ટોલ નાકા પર કોઈ બેરિયર જ નહીં હોય. વાહનચાલકોએ પોતાની ગાડીની સ્પીડ ઘટાડવાની કે બ્રેક મારવાની પણ જરૂર નહીં પડે. જો કોઈ વાહન ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પસાર થશે, તો ઉપર લગાવવામાં આવેલા અતિ-આધુનિક સેન્સર્સ અને કેમેરા દ્વારા વાહનના ડિજિટલ ફિંગરપ્રિન્ટ સ્કેન કરીને પળવારમાં ટોલ ટેક્સ કાપી લેવામાં આવશે.

આ ટેકનિક પાછળનું મુખ્ય વિજ્ઞાન વાહનની આગવી ડિજિટલ ઓળખ એટલે કે તેના 'ફિંગરપ્રિન્ટ' અને 'ગેન્ટ્રી' માળખા પર આધારિત છે. ટોલ લેનની ઉપર લોખંડનો ઊંચો ઢાંચો તૈયાર કરવામાં આવે છે જેને ગેન્ટ્રી કહે છે, જ્યાં RFID રીડર્સ અને 'લિડાર સેન્સર્સ' ફીટ કરાયેલા હોય છે. આ સેન્સર્સ વાહન પર લેઝર કિરણો છોડીને તેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ તેમજ ૧૬ પૈડાંવાળી ટ્રકના એક્સલ અને વાહનના રંગ સુધીની ઝીણામાં ઝીણી વિગતો સેકન્ડોના અંશમાં રેકોર્ડ કરી લે છે. આ ત્રણ સ્તરીય તપાસ પદ્ધતિને કારણે ચોરીના વાહનો અથવા ટોલની છેતરપિંડી તાત્કાલિક પકડાઈ જાય છે અને વાહનચાલકોને અટક્યા વિના પ્રવાસનો આનંદ મળે છે.

જો વાહનના ફાસ્ટેગમાં પૂરતું બેલેન્સ ન હોય તો પણ ગાડીને રોકવામાં નહીં આવે, પરંતુ વાહન માલિકના મોબાઇલ પર ડિજિટલ નોટિસ મોકલીને ચોવીસ કલાકમાં રકમ ચૂકવવાનો સમય આપવામાં આવશે જેથી ટ્રાફિક અવિરત ચાલુ રહે. પ્રારંભિક તબક્કામાં દિલ્હી નગર નિગમ દ્વારા ગાઝીપુર, બદરપુર, DND ફ્લાયવે સહિતના ૨૦ મુખ્ય એન્ટ્રી પોઈન્ટ્સ અને કુલ ૧૫૦ ટોલ નાકા પર આ સિસ્ટમ લાગુ કરવાનું ભગીરથ લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેનું હાલ ટ્રાયલ ચાલી રહ્યું છે. દિલ્હીની બોર્ડરો પર કોમર્શિયલ વાહનોના કારણે થતા પ્રદૂષણ અને ટ્રાફિકને ડામ્યા બાદ આ સુવિધાને દેશભરના નેશનલ હાઈવે પર ખાનગી વાહનો માટે પણ વ્યાપક સ્તરે વિસ્તારવામાં આવી રહી છે.

ઓટોમોબાઈલ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES