આગામી વર્ષ 2027ની શરૂઆત થવામાં હવે થોડો જ સમય બાકી છે, ત્યારે દરેક વ્યક્તિમાં નવા વર્ષનું ભષ્યફળ જાણવાની ઉત્સુકતા વધી રહી છે. અંક જ્યોતિષની ગણતરી મુજબ, વર્ષ 2027નો કુલ સરવાળો 2 થાય છે અને અંક 2ના સ્વામી ગ્રહ ચંદ્રમા છે. જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રમાને મન, માતા અને લાગણીઓના કારક માનવામાં આવ્યા છે, જેમનો સ્વભાવ શીતળતા પ્રદાન કરવાનો છે. ન્યુમેરોલોજીના વિશેષજ્ઞોના મતે, ચંદ્રમાના પ્રભાવવાળા આ વર્ષમાં અમુક ખાસ જન્મ તારીખો ધરાવતા જાતકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે અને તેમને કરિયર તેમજ આર્થિક ક્ષેત્રે જબરદસ્ત સફળતા મળશે.
વર્ષ 2027ની આ અદ્ભુત અંક ગણતરી સૌથી વધુ લાભ મૂળાંક 2 એટલે કે કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે જન્મેલા જાતકોને અપાવશે, કારણ કે આ વર્ષનો અંક પણ 2 છે. આ જાતકોમાં પણ ખાસ કરીને કલા, સંગીત, મીડિયા અને ક્રિએટિવ ફિલ્ડ સાથે જોડાયેલા લોકોને નવી ઓળખ અને મોટી સફળતા સાંપડશે. આ ઉપરાંત મૂળાંક 1, 5 અને 6 વાળા લોકો માટે પણ આ વર્ષ અત્યંત શુભ ફળદાયી રહેવાનું છે. સૂર્યના સ્વામિત્વવાળા મૂળાંક 1 ના જાતકોને નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં તેજી જોવા મળશે, જ્યારે બુધના પ્રભાવવાળા મૂળાંક 5 ના જાતકોના જ્ઞાન અને બેંક બેલેન્સમાં વધારો થશે. શુક્રના પ્રભાવવાળા મૂળાંક 6 ના જાતકો ખૂબ જ વ્યાજબી કિંમતે પ્રોપર્ટી ખરીદી શકશે અને તેમના લવ મેરેજના યોગ પણ બની રહ્યા છે.
જોકે, અન્ય મૂળાંક એટલે કે 3, 4, 7, 8 અને 9 વાળા જાતકો માટે વર્ષ 2027 મિશ્ર ફળ આપનારું સાબિત થશે, જેમાં ક્યારેક લાભ તો ક્યારેક સામાન્ય નુકસાનની સ્થિતિ રહી શકે છે. તમામ મૂળાંકોના લોકોએ એ વાત ખાસ ધ્યાનમાં રાખવી પડશે કે ચંદ્રમાની ગતિ સૌથી ઝડપી હોવાથી તે વ્યક્તિને અત્યંત લાગણીશીલ બનાવે છે. આ કારણોસર, વર્ષ દરમિયાન લાગણીઓમાં તણાઈને કે ઉતાવળમાં કોઈપણ પ્રકારના મોટા નિર્ણયો લેવાથી બચવું જ હિતાવહ રહેશે જેથી જીવનમાં સંતુલન જળવાઈ રહે.
