JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ભારત-પાકિસ્તાન સરહદને વધુ સુરક્ષિત બનાવવાની કવાયત, રાજ્યના ૧૦ આઈપીએસ અધિકારીઓ ૨૦ સરહદી ગામોમાં કરશે રાત્રિ રોકાણ

ભારત-પાકિસ્તાન સરહદને વધુ સુરક્ષિત બનાવવાની કવાયત, રાજ્યના ૧૦ આઈપીએસ અધિકારીઓ ૨૦ સરહદી ગામોમાં કરશે રાત્રિ રોકાણ
ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા ૨૦ સંવેદનશીલ ગામોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને અભેદ બનાવવા માટે રાજ્યના ૧૦ આઈપીએસ અધિકારીઓ બે દિવસીય રોકાણ કરી ગ્રામજનો સાથે રાત્રિ સમીક્ષા બેઠકો યોજશે.

ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા વિસ્તારોની સુરક્ષાને વધુ સઘન અને પ્રભાવી બનાવવા માટે રાજ્ય પોલીસ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને વ્યાપક ફિલ્ડ એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ અભિયાન અંતર્ગત કચ્છ, વાવથરાદ અને પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં આવેલા ૨૦ સંવેદનશીલ ગામોમાં રાજ્યના ૧૦ સિનિયર આઈપીએસ અધિકારીઓ પ્રત્યક્ષ મુલાકાત લેશે. આ અધિકારીઓ માત્ર કચેરીમાંથી નહીં પરંતુ જમીની હકીકત જાણવા માટે સંબંધિત ગામોમાં બે દિવસીય રોકાણ કરશે, જેનાથી સુરક્ષા તંત્રની સજ્જતાની ગ્રાઉન્ડ લેવલ પર સાચી સમીક્ષા થઈ શકશે.

આ બે દિવસીય પ્રવાસ દરમિયાન આઈપીએસ અધિકારીઓ માત્ર સુરક્ષા વ્યવસ્થા જ નહીં તપાસે પરંતુ ગ્રામજનો સાથે સીધો સંવાદ પણ સ્થાપિત કરશે. સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકો સાથે રાત્રિ સમીક્ષા બેઠકો યોજીને તેમની પાસેથી સ્થાનિક સુરક્ષા, અવરજવર અને અન્ય સંભવિત પડકારો વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવવામાં આવશે. તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને અપાયેલી સૂચનાઓના ભાગરૂપે જ આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેના તારણો ભવિષ્યમાં સરહદી વિસ્તારોના સર્વાંગી વિકાસ અને સુરક્ષાના નવા આયોજનો ઘડવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે.

આ અભિયાન અંતર્ગત જામનગરના એસપી ડો. રવિમોહન સૈની દ્વારા પણ વિશેષ જવાબદારી સંભાળવામાં આવી છે, જેઓ નિયત કાર્યક્રમ મુજબ વરસારા અને ધબડા ગામમાં રાત્રિ રોકાણ કરી ત્યાંની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. તેમની સાથે અમદાવાદ શહેર ક્રાઈમના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ સહિતના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સરહદી ગામોમાં રવાના થઈ ચૂક્યા છે. પોલીસ અધિકારીઓની આ સક્રિય ભાગીદારીથી સરહદી વિસ્તારોમાં સુરક્ષાનું વાતાવરણ વધુ મજબૂત બનશે તેમજ સ્થાનિક પ્રજા અને પોલીસ તંત્ર વચ્ચેનો તાલમેલ વધુ ગાઢ બનશે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES