JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

નવા ચાર્જર અને ઇયરફોનના બોક્સને નકામા સમજીને ફેંકી દેતા પહેલા જાણી લો તેના આ ત્રણ મોટા ફાયદા

નવા ચાર્જર અને ઇયરફોનના બોક્સને નકામા સમજીને ફેંકી દેતા પહેલા જાણી લો તેના આ ત્રણ મોટા ફાયદા
મોટાભાગના લોકો ચાર્જર કે ઇયરફોન ખરીદ્યા પછી તેના બોક્સને કચરો સમજીને ફેંકી દે છે. પરંતુ આ નાની ભૂલ તમને વોરંટી દાવા અને રીસેલ વેલ્યુ વખતે મોટું નુકસાન કરાવી શકે છે.

એક સમય એવો હતો જ્યારે ફોનની સાથે જ ચાર્જર અને ઇયરફોન જેવી તમામ એસેસરીઝ મળી જતી હતી, પરંતુ આજના આધુનિક સમયમાં મોટાભાગના સ્માર્ટફોન માત્ર ચાર્જિંગ કેબલ સાથે જ આવે છે. આ કારણે યુઝર્સોએ અલગથી ચાર્જર અને ઇયરફોન ખરીદવા પડે છે, અને ઉપયોગ કર્યા બાદ તેના બોક્સને નકામું માનીને ફેંકી દે છે. પરંતુ આ નાની બેદરકારી ઘણીવાર નોંધપાત્ર નુકસાનમાં પરિણમી શકે છે. ફોનના બોક્સની જેમ જ ચાર્જર અને ઇયરફોનનું ઓરિજિનલ પેકેજિંગ પણ વોરંટીનો દાવો કરવાથી માંડીને પ્રોડક્ટની અસલિયત ચકાસવા સુધીની બાબતોમાં અત્યંત ઉપયોગી સાબિત થાય છે. સામાન્ય રીતે આ એસેસરીઝ છ મહિનાથી એક વર્ષની વોરંટી સાથે આવતી હોય છે, અને આ સમયગાળા દરમિયાન જો ઉપકરણમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો કંપની વોરંટી ક્લેમ માટે અસલ બોક્સની માંગણી કરી શકે છે. જો આપણી પાસે બોક્સ ઉપલબ્ધ ન હોય તો કંપની વોરંટી આપવાનું સીધું નકારી પણ શકે છે, કારણ કે બોક્સ પર રહેલા સીએરિયલ નંબર અને બારકોડથી જ કંપની અસલી પ્રોડક્ટની ઓળખ કરતી હોય છે.

આજકાલ બજારમાં અસંખ્ય ડુપ્લીકેટ કે બ્રાન્ડેડ દેખાતી નકલી પ્રોડક્ટ્સ સરળતાથી ઉપલબ્ધ છે, તેથી અસલ અને નકલી વચ્ચેનો ભેદ પારખવા માટે ઓરિજિનલ બોક્સ ખૂબ મહત્વનું છે. અસલ પેકેજિંગ પર BIS પ્રમાણપત્ર, ચોક્કસ ઉત્પાદન વિગતો અને હોલોગ્રામ જેવી સુરક્ષા વિશેષતાઓ હોય છે, જેને જોઈને સર્વિસ સેન્ટરના અધિકારીઓ ખાતરી કરે છે કે તમે અસલી પ્રોડક્ટ રિપેરિંગ માટે લાવ્યા છો. આ ઉપરાંત, જો તમારી પાસે મોંઘા વાયરલેસ ઇયરબડ્સ કે પ્રીમિયમ બ્રાન્ડનું ચાર્જર હોય અને ભવિષ્યમાં તમારે તેને સેકન્ડ હેન્ડ માર્કેટમાં વેચવું હોય, તો ઓરિજિનલ બોક્સ સાથે રાખવાથી તેની 'રીસેલ વેલ્યુ' ઘણી વધી જાય છે. ખરીદનાર ગ્રાહક પણ બોક્સ સાથેના ગેજેટ્સને વધુ વિશ્વાસપાત્ર માને છે, જેથી તમને સારો એવો આર્થિક ફાયદો મળી રહે છે.

એકવાર તમારા ચાર્જર કે ઇયરફોનની વોરંટી અવધિ પૂરી થઈ જાય, ત્યારબાદ તમે તેનું બોક્સ સુરક્ષિત રીતે ફેંકી શકો છો કારણ કે વોરંટી વગર કંપનીમાં રિપ્લેસમેન્ટ મળતું નથી. તેમ છતાં, જો તમે ભવિષ્યની સલામતી માટે બોક્સ સાચવવા માંગતા ન હોવ તો તેની એક સરળ ટેકનિકલ રીત પણ ઉપલબ્ધ છે. તમે બોક્સના તમામ મહત્વપૂર્ણ ખૂણાઓ, ખાસ કરીને સીરીયલ નંબર, મોડેલ નંબર, બારકોડ અને મેન્યુફેક્ચરિંગ ડેટ દર્શાવતા ભાગના સ્પષ્ટ ફોટો પાડીને તમારા ખરીદીના બિલ સાથે ડિજિટલ ફોર્મેટમાં સેવ કરી શકો છો. આ સાવચેતી રાખવાથી ભવિષ્યમાં જો ક્યારેય બોક્સ ન પણ હોય, તો પણ તમારી પાસે પ્રોડક્ટને લગતી તમામ જરૂરી ટેકનિકલ માહિતી ઉપલબ્ધ રહેશે અને તમે કોઈપણ મુશ્કેલી વિના કંપનીની સેવાઓનો લાભ મેળવી શકશો.

ટેકનોલોજી વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES