JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

દેશમાં પ્રથમ વખત નવનાત વણિક મહાજન સમાજ દ્વારા રાજકોટમાં યોજાશે ભવ્ય ‘વણિક જોડો યાત્રા’

દેશમાં પ્રથમ વખત નવનાત વણિક મહાજન સમાજ દ્વારા રાજકોટમાં યોજાશે ભવ્ય ‘વણિક જોડો યાત્રા’
સમાજમાં એકતા, સંગઠનશક્તિ અને સંસ્કારોના સિંચન હેતુસર નવનાત વણિક સમાજ દ્વારા દેશમાં પ્રથમવાર આયોજિત ભવ્ય 'વણિક જોડો યાત્રા' આગામી ૨૬ નવેમ્બરે રાજકોટમાં પ્રવેશ કરશે. રાષ્ટ્રીય પ્રમુખના માર્ગદર્શન હેઠળ નીકળનારી આ ઐતિહાસિક યાત્રામાં હજારોની સંખ્યામાં સમાજબંધુઓ અને યુવાનો જોડાશે.

સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત નવનાત વણિક સમાજ (મહાજન સમાજ) દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં સમાજની એકતા, અખંડિતતા, સંગઠનશક્તિ, સંસ્કાર અને જીવદયાના દિવ્ય સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે ભવ્ય ‘વણિક જોડો યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૧૮ નવેમ્બરથી ૨૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભ્રમણ કરનારી આ યાત્રા અંતર્ગત તા. ૨૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ગુરુવારે સવારે ૯:૩૦ કલાકે રાજકોટ શહેરમાં ભવ્ય આગમન થશે. આ ઐતિહાસિક યાત્રાનું સ્વાગત કરવા માટે રાજકોટના વણિક સમાજમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે.

નવનાત વણિક સમાજના રાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઈ શાહની આગેવાની અને માર્ગદર્શન હેઠળ યોજાનારી આ યાત્રાનો પ્રારંભ શહેરના ટાગોર રોડ પર આવેલા નાગર બોર્ડિંગ ખાતેથી થશે. ત્યારબાદ, નિર્ધારિત કરાયેલા શહેરના મુખ્ય રાજમાર્ગો પર એક વિશાળ કાર અને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી રાજકોટની ધરતી પર વણિક એકતાનો ગુંજતો નાદ સમગ્ર વાતાવરણને ઊર્જાવાન બનાવી દેશે. સામાજિક ઉત્થાનના આ ભગીરથ કાર્યમાં વણિક સમાજના વિવિધ ફિરકાઓના અગ્રણીઓ, સામાજિક મહાનુભાવો, બહોળી સંખ્યામાં તરુણો અને યુવાનો તેમજ પ્રદેશના સંતો-મહંતો વિશેષ ઉપસ્થિત રહીને આશીર્વાદ પાઠવશે.

શહેરના વિવિધ માર્ગો પર ઉત્સાહભેર પરિભ્રમણ કર્યા બાદ આ ભવ્ય યાત્રા જ્યુબિલી ચોક નજીક પહોંચશે, જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને નમન કરી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ સાથે જ યાત્રાની વિધિવત અને પ્રેરણાદાયી પૂર્ણાહુતિ થશે. આ યાત્રા માત્ર એક સરઘસ નથી પરંતુ વણિક સમાજને એક તાંતણે બાંધવાની અને ભવિષ્યની પેઢી માટે સાંસ્કૃતિક તથા સામાજિક મૂલ્યોને મજબૂત કરવાની એક સુવર્ણ તક સાબિત થશે, જેની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES