JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

રાજકોટના કટકી કૌભાંડ બાદ જામનગરની ઈ-સિટીબસ સેવા સામે ઊભા થયા ગંભીર સવાલો

રાજકોટના કટકી કૌભાંડ બાદ જામનગરની ઈ-સિટીબસ સેવા સામે ઊભા થયા ગંભીર સવાલો
રાજકોટ સિટીબસોમાં સામે આવેલા 'કટકી' કૌભાંડના પડઘા હવે જામનગરમાં પણ પડ્યા છે. જામનગરની ઈ-સિટીબસ સેવાઓમાં ચાલતી ગેરરીતિઓ, સ્ટાફની મનમાની અને ચેકીંગના અભાવ અંગે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં કોંગ્રેસ દ્વારા સિટીબસોમાં ચાલતા 'કટકી' કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ રાજ્યભરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ વિવાદ વચ્ચે રાજકોટ રાજપથ લિમિટેડના જનરલ મેનેજરે સ્પષ્ટતા કરી હતી કે નિયમિત અને સરપ્રાઈઝ ચેકીંગ દ્વારા છેલ્લા એક વર્ષમાં ૧૯૧ જેટલા કટકીબાજ કંડક્ટરો અને ડ્રાઈવરો સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. આ ખુલાસાથી એ વાત સ્પષ્ટ થાય છે કે જાહેર પરિવહનમાં ટિકિટ વગરની મુસાફરી અને નાણાકીય ગેરરીતિઓ મોટા પાયે ચાલી રહી છે, જેના કારણે હવે અન્ય શહેરોના પરિવહન તંત્ર પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

આ સમગ્ર પ્રકરણ બાદ જામનગરમાં જેજેએમએફ દ્વારા સંચાલિત ઈ-સિટીબસોની કાર્યપદ્ધતિ સામે પણ ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે. જામનગરવાસીઓમાં એવી ચર્ચા જોર પકડી રહી છે કે શું અહીં પણ રાજકોટની જેમ બસોમાં પૂરતું બુકીંગ અને કડક ચેકીંગ થાય છે ખરું? નોકરી મળી ગઈ છે એટલે ગમે તેમ વર્તવાની માનસિકતા ધરાવતો કેટલાક સ્ટાફનો વર્તારો મુસાફરો માટે મુસીબત બની ગયો છે. બસ સ્ટોપ પર ઊભેલા મુસાફરોને બેસાડવાના બદલે બસો સડસડાટ દોડાવી દેવી અને મુસાફરો સાથે અશોભનીય વર્તન કરવું એ સામાન્ય બનતું જાય છે.

વધુમાં, જામનગરમાં ચોક્કસ બસ સ્ટોપ નક્કી ન હોવાના કારણે સ્ટાફ દ્વારા ઈરાદાપૂર્વક ગમે ત્યાં બસો ઊભી રાખીને મુસાફરોને રીક્ષાઓ તરફ ધકેલવામાં આવતા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. સ્ટાફના કેટલાક કર્મચારીઓની રીક્ષાચાલકો સાથેની મિલીભગતથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ગંભીર બાબતોને ધ્યાને લઈને જામનગરની ઈ-સિટીબસ સેવામાં વહેલી તકે કડક સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવે અને જવાબદાર સ્ટાફ સામે યોગ્ય શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે.

જામનગર વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES