JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

7 રાજ્યોમાં 160 કરોડનુ SSC પરીક્ષા કૌભાંડ: હેકર્સ દ્વારા ડિજિટલ છેતરપિંડી આચરવામાં આવી

7 રાજ્યોમાં 160 કરોડનુ SSC પરીક્ષા કૌભાંડ: હેકર્સ દ્વારા ડિજિટલ છેતરપિંડી આચરવામાં આવી
ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા સ્ટાફ સિલેક્શન કમિશનની ઓનલાઈન પરીક્ષાઓમાં આચરવામાં આવેલા રૂપિયા 160 કરોડના હાઈ-ટેક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દેશના 7 રાજ્યોમાં ફેલાયેલા આ નેટવર્કમાં 30 પરીક્ષા કેન્દ્રો અને હજારો ઉમેદવારો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

દેશના લાખો યુવાનો સરકારી નોકરી મેળવવા માટે રાત-દિવસ એક કરીને સખત મહેનત કરતા હોય છે, પરંતુ જ્યારે આટલી પરીક્ષાઓમાં ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને ગેરરીતિ આચરવામાં આવે ત્યારે શિક્ષણ જગત હચમચી જાય છે. ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (UP STF) ની સઘન તપાસમાં સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ની ઓનલાઈન ભરતી પરીક્ષાઓમાં એક ખૂબ જ મોટું હાઈ-ટેક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મે 2026 માં નોઈડા યુનિટ દ્વારા શરુ કરાયેલી આ સામાન્ય તપાસ નવેમ્બર 2026 માં ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ દેશના સૌથી મોટા ડિજિટલ પરીક્ષા કૌભાંડ તરીકે બહાર આવી છે. આ કૌભાંડમાં ઉમેદવારો પરીક્ષા ખંડમાં માત્ર દેખાડા માટે માઉસ ફેરવતા હતા અને તેમના પ્રશ્નોના સાચા જવાબો દૂર બેઠેલા હેકર્સ દ્વારા આપવામાં આવતા હતા.

આ સમગ્ર કૌભાંડના પર્દાફાશની શરૂઆત મે 2026 માં થઈ હતી, જ્યારે UP STF એ ગ્રેટર નોઈડા અને આસપાસના પરીક્ષા કેન્દ્રો પર ચાલુ પરીક્ષાએ અચાનક દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન કેન્દ્રના સંચાલક અને ટેકનિકલ માસ્ટરમાઈન્ડ સહિતના આરોપીઓ પાસેથી લાખો રૂપિયાની રોકડ, લેપટોપ, રાઉટર અને નકલી ઓળખપત્રો જપ્ત કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં આ મામલો માત્ર એક કેન્દ્ર પૂરતો સીમિત જણાતો હતો, પરંતુ જપ્ત કરાયેલા ઉપકરણોની ફોરેન્સિક તપાસ બાદ ગાઝિયાબાદમાં નવા કેસો નોંધવામાં આવ્યા હતા. તપાસમાં સ્પષ્ટ થયું કે આ હાઈ-ટેક ગેંગ 2025 થી સક્રિય હતી અને અત્યાર સુધીમાં અસંખ્ય પરીક્ષાઓમાં આ પ્રકારે પદ્ધતિસરની છેતરપિંડી આચરી ચૂકી છે.

આ કૌભાંડનો વ્યાપ ઉત્તર પ્રદેશ ઉપરાંત દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને ઝારખંડ એમ કુલ 7 રાજ્યોના 30 જેટલા કેન્દ્રો સુધી ફેલાયેલો હતો. અમિત રાણાના સર્વર ડેટા અને તપાસ અનુસાર, આ ગેંગે કુલ 3,777 જેટલા ઉમેદવારોના પેપર બહારથી સોલ્વ કરાવ્યા હતા અને પ્રત્યેક ઉમેદવાર પાસેથી માતબર રકમ વસૂલવામાં આવી હતી, જેના કારણે આ કૌભાંડનો આંકડો અંદાજે 160 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરતી આ આખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થવાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને સુરક્ષા વ્યવસ્થાઓ વધુ સઘન બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES