JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૬માં ભારતની મોટી છલાંગ, ટોપ-૩ દેશોમાં મેળવ્યું સ્થાન

એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૬માં ભારતની મોટી છલાંગ, ટોપ-૩ દેશોમાં મેળવ્યું સ્થાન
ઓસ્ટ્રેલિયાની લોવી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરાયેલા એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૬માં ભારતે ૪૦.૫ સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ વૈશ્વિક રેન્કિંગમાં ભારતથી આગળ માત્ર અમેરિકા અને ચીન છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એશિયાના બીજા સૌથી પ્રભાવશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે.

વૈશ્વિક મંચ પર ભારતની વધતી જતી તાકાત અને કૂટનીતિક પ્રભાવને વધુ એક મોટી સફળતા મળી છે. ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત અને સ્વતંત્ર થિંક ટેન્ક 'ધ લોવી ઇન્સ્ટિટ્યૂટ' દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા 'એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૬' મુજબ, ભારતે શાનદાર પ્રદર્શન કરીને એશિયાના ટોપ-૩ શક્તિશાળી દેશોમાં સ્થાન મેળવી લીધું છે. આ રેન્કિંગમાં ૭૮.૯ અંક સાથે અમેરિકા પ્રથમ અને ૭૩.૬ અંક સાથે ચીન બીજા સ્થાને યથાવત છે, જ્યારે ભારતે ૪૦.૫ અંક મેળવીને ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. આ સાથે જ જાપાન (૩૮.૬ અંક) અને રશિયા (૩૨.૨ અંક) જેવા દિગ્ગજ દેશો પણ ભારતથી પાછળ રહી ગયા છે, જે ભારતની વધતી વૈશ્વિક ક્ષમતાની સ્પષ્ટ સાક્ષી પૂરે છે.

આ ઇન્ડેક્સના ડેટા અનુસાર, વર્ષ ૨૦૧૮ પછી આ પહેલો મોટો અવસર છે જ્યારે ભારત અને ચીન વચ્ચેની શક્તિનું અંતર સૌથી નીચલા સ્તરે પહોંચ્યું છે. સંસ્થા દ્વારા એશિયાના ૨૭ દેશો અને પ્રદેશોની શક્તિનું મૂલ્યાંકન કરવા માટે ૧૩૧ જેટલા વિવિધ માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. આ તમામ ક્ષેત્રોમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે. ઇન્ડેક્સના ડાયરેક્ટર હન્ટર માર્સ્ટને પણ ભારતની આ સિદ્ધિની સરાહના કરતા જણાવ્યું છે કે આ સ્કોર સાથે એક મોટી વૈશ્વિક મહાસત્તા તરીકે ભારતનું સ્થાન વધુ મજબૂત અને પ્રભાવશાળી બન્યું છે.

આ સિદ્ધિની સાથેસાથે ભારતીય નેતૃત્વના પ્રભાવ પર પણ વૈશ્વિક સ્તરે મહોર વાગી છે. આર્થિક ક્ષમતામાં સામાન્ય ઘટાડો નોંધાયો હોવા છતાં, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એશિયા ક્ષેત્રના બીજા સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી નેતા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. પીએમ મોદીનું આ વૈશ્વિક સ્વીકાર અને ભારતનું ત્રીજા ક્રમે પહોંચવું એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં દેશની વધતી વ્યૂહાત્મક, રાજદ્વારી અને આર્થિક મજબૂતીની સાબિતી આપે છે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES