JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

રાજકોટમાં યોજાયેલી નેશનલ વિમેન્સ હોકી લીગમાં એસએજીની ટીમો બની ચેમ્પિયન

રાજકોટમાં યોજાયેલી નેશનલ વિમેન્સ હોકી લીગમાં એસએજીની ટીમો બની ચેમ્પિયન
રાજકોટના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી વેસ્ટ ઝોનની અસ્મિતા સબ જુનિયર અને જુનિયર વિમેન્સ હોકી લીગમાં એસએજીની ટીમોએ શાનદાર પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતની દીકરીઓએ બંને કેટેગરીમાં ચેમ્પિયન બનવા સાથે ઉત્કૃષ્ટ રમતકૌશલ્યનું પ્રદર્શન કરી રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ પર ગત 18મી તારીખથી આરંભાયેલી વેસ્ટ ઝોનની નેશનલ લેવલની અસ્મિતા સબ જુનિયર અને જુનિયર વિમેન્સ હોકી લીગનું ગત 22મી તારીખે ભવ્ય અને ઉત્સાહભેર સમાપન થયું હતું. રવિવારના રોજ રમાયેલી ફાઈનલ તેમજ ત્રીજા સ્થાન માટેની નિર્ણાયક મેચોમાં દેશભરમાંથી આવેલી યુવા મહિલા ખેલાડીઓ વચ્ચે ભારે રસાકસી અને જબરદસ્ત પ્રતિસ્પર્ધા જોવા મળી હતી. આ પાંચ દિવસીય રોમાંચક ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ અદ્ભુત શિસ્ત, ઉત્કૃષ્ટ રમતકૌશલ્ય અને પ્રશંસનીય ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.

આ રાષ્ટ્રીય હોકી સ્પર્ધામાં ગુજરાતની ટીમોએ શરૂઆતથી જ પોતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું હતું, જેમાં સબ જુનિયર વિમેન્સ કેટેગરીમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) ની ટીમે અત્યંત આક્રમક અને શિસ્તબદ્ધ રમત રમીને પ્રથમ સ્થાન સાથે ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસલ કર્યું હતું. આ જ કેટેગરીમાં હોકી ગુજરાતની ટીમે પણ શ્રેષ્ઠ દેખાવ કરીને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે મહારાષ્ટ્રની ટીમ તૃતીય સ્થાને રહી હતી. બીજી તરફ, જુનિયર વિમેન્સ કેટેગરીમાં પણ ગુજરાતની દીકરીઓનો દબદબો સ્પષ્ટપણે જોવા મળ્યો હતો, જ્યાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એકેડેમીની સક્ષમ ટીમે વિજેતા ટ્રોફી પોતાના નામે કરી હતી. આ કેટેગરીમાં મહારાષ્ટ્ર બીજા ક્રમે રહ્યું હતું, જ્યારે ત્રીજા સ્થાન માટેના મુકાબલામાં હોકી ગુજરાતની ટીમે વિજય મેળવીને બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો હતો.

ટુર્નામેન્ટના સમાપન અને વિજેતા સન્માન સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ ઉત્કૃષ્ટ ખેલાડીઓને મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતા ટીમોના ખેલાડીઓને ગોલ્ડ મેડલ, દ્વિતીય સ્થાન મેળવનારને સિલ્વર મેડલ તથા તૃતીય સ્થાન મેળવનાર ટીમના ખેલાડીઓને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હોકી ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટ તથા અસ્મિતા લીગ વેસ્ટ ઝોન ટુર્નામેન્ટના ડિરેક્ટર મહેશ દિવેચાએ પોતાનાક્તવ્યમાં જણાવ્યું હતું કે, આવી ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય સ્પર્ધાઓ આપણી મહિલા ખેલાડીઓ માટે પોતાની છૂપી પ્રતિભાને રાષ્ટ્રીય ફલક પર પ્રદર્શિત કરવા અને ભવિષ્યમાં રમતક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે એક સુવર્ણ મંચ પૂરો પાડે છે.

સ્પોર્ટ્સ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES