JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

અમદાવાદમાં વર્લ્ડ હેરિટેજ વીક નિમિત્તે રોશનીથી ઝળહળતા ભદ્ર ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ

અમદાવાદમાં વર્લ્ડ હેરિટેજ વીક નિમિત્તે રોશનીથી ઝળહળતા ભદ્ર ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્લ્ડ હેરિટેજ વીક-૨૦૨૬ની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે, જેના પ્રથમ દિવસે ઐતિહાસિક ભદ્ર પ્રાંગણ ખાતે કલા, સંગીત અને લોકસંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન 'ભદ્ર ફેસ્ટિવલ'નો રંગારંગ આરંભ થયો હતો.

વર્લ્ડ હેરિટેજ વીક-૨૦૨૬ અંતર્ગત અમદાવાદ શહેરમાં ૧૯થી ૨૫ નવેમ્બર દરમિયાન વિવિધ સંસ્થાઓ અને કલાકારોના સહયોગથી વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સમૃદ્ધ ઐતિહાસિક વારસા, અદભુત સ્થાપત્ય અને લોકસંસ્કૃતિથી યુવા પેઢીને અવગત કરાવવાના હેતુથી આ મહોત્સવ યોજાયો છે. આ ઉજવણીના ભાગરૂપે વર્ષ ૨૦૧૪ બાદ પૂરા ૧૨ વર્ષના લાંબા અંતરાલ પછી ફરી એકવાર ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં 'ભદ્ર ફેસ્ટિવલ'નું ભવ્ય પુનરાગમન થયું છે, જેને લઈને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ ફેસ્ટિવલ દરમિયાન ભદ્ર કિલ્લો, પ્રેમાભાઈ હોલ પરિસર, ભદ્ર ચોક અને ત્રણ દરવાજા જેવાં ગૌરવશાળી સ્થળોએ કલા, સંગીત, નાટ્યકલા અને આધુનિક ટેક્નોલોજીનો અનોખો સમન્વય જોવા મળ્યો છે. એએમસી અને ક્રાફ્ટ ઓફ આર્ટના સંયુક્ત ઉપક્રમે ભદ્ર ફેસ્ટિવલ અને વોટર હેરિટેજ સિરીઝ જેવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કાર્યક્રમની શરૂઆત ભદ્ર પ્લાઝા ખાતે પ્રભાવશાળી નગારા વાદનથી થઈ હતી, ત્યારબાદ ઇશારા કઠપૂતળી નાટ્યમંડળના દાદી પડુમજી દ્વારા વિશાળ કઠપૂતળી પરેડ યોજવામાં આવી હતી અને યુટોપિયા દ્વારા 'દાસ્તાન-એ-દરવાજા' નામે આકર્ષક વાર્તાકથનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

ભદ્ર ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ ત્રણ દરવાજા ખાતે યોજાયેલું ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન રહ્યું હતું, જેમાં દેશના જાણીતા કલાકારો ઉસ્તાદ ફઝલ કુરેશી અને ઉસ્તાદ સુજાત ખાનની સૂરાત્મક પ્રસ્તુતિએ ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. રોશનીથી ઝળહળતા આ ઐતિહાસિક પરિસરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને કલાના અદભુત નજારા માણવા માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા, જેણે આ મહોત્સવને યાદગાર બનાવી દીધો હતો.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES