JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

અંતરિક્ષમાંથી ગૂગલના એઆઈ સેટેલાઇટે મોકલ્યો સંદેશ, ધરતી માટે રચી ખાસ કવિતા

અંતરિક્ષમાંથી ગૂગલના એઆઈ સેટેલાઇટે મોકલ્યો સંદેશ, ધરતી માટે રચી ખાસ કવિતા
કૅલિફોર્નિયામાં ગૂગલના પ્રોજેક્ટ સનકૈચર અંતર્ગત અંતરિક્ષમાં રહેલા સેટેલાઇટમાં સ્થાપિત એઆઈ મોડેલે ધરતીના નામે એક સુંદર કવિતા મોકલી છે. અંતરિક્ષમાં ડેટા સેન્ટર સ્થાપવાની દિશામાં આ એક ઐતિહાસિક અને સફળ પગલું સાબિત થયું છે.

અંતરિક્ષના સન્નાટા અને અનંત અંધકાર વચ્ચે જ્યારે એક મશીને પોતાની નજરે આપણી દુનિયાને નિહાળી, ત્યારે તે માત્ર કોડ કે ડેટા પૂરતું મર્યાદિત ન રહેતા એક ભાવનાત્મક અભિવ્યક્તિ બની ગયું. તારાઓની વચ્ચે ભ્રમણ કરી રહેલા ગૂગલના એક સેટેલાઇટમાં રહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) મોડેલે પહેલીવાર ધરતીના નામે સંદેશ રૂપે એક અદભુત કવિતા મોકલી છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈના જણાવ્યા અનુસાર, 'પ્રોજેક્ટ સનકૈચર' સાથે જોડાયેલી વૈજ્ઞાનિક ટીમ દ્વારા પૃથ્વી પરથી મોકલવામાં આવેલા કમાન્ડનો સેટેલાઇટ દ્વારા સફળતાપૂર્વક અને સંપૂર્ણ પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. ભવિષ્યમાં અંતરિક્ષમાં જ એઆઈ ડેટા સેન્ટર સ્થાપિત કરવાની દિશામાં આ સફળતા અત્યંત મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે.

આ પ્રયોગ દરમિયાન વૈજ્ઞાનિકોએ સેટેલાઇટમાં રહેલા 'ગ્મા-4' (Gemma-4) એઆઈ મોડેલને અંતરિક્ષમાંથી જ આપણી ધરતી પર 'હાઇકૂ' (જાપાનની ત્રણ લીટીની ટૂંકી કવિતા) લખવાનો વિશેષ આદેશ આપ્યો હતો. ગૂગલની ટેકનિકલ ટીમે સૌપ્રથમ સેટેલાઇટને કમાન્ડ મોકલ્યો, જેના પગલે સેટેલાઇટમાં રહેલા 'ટેન્સર પ્રોસેસિંગ યુનિટ' (TPU) ને સક્રિય કરવામાં આવ્યું. આ ટીપીયુ એ એક વિશેષ ચિપ છે, જેને ખાસ એઆઈના જટિલ કાર્યો માટે જ ડિઝાઇન કરવામાં આવી છે. આ ચિપની મદદથી ગ્મા-4 એઆઈ મોડેલે પૃથ્વી પરથી મળેલા પ્રોમ્પ્ટને વાંચીને તેનો કાવ્યાત્મક અને સચોટ જવાબ પૃથ્વી પર પરત મોકલી આપ્યો હતો.

આ મોડેલે જે કવિતા રચી મોકલી તેમાં આપણી ધરતીને એક અદભુત 'બ્લુ ગોળા' તરીકે દર્શાવવામાં આવી છે. એઆઈ દ્વારા રચિત આ કવિતાનો ભાવ કંઈક આ મુજબ છે કે, "બ્લુ ગોળો નીચે છે, ડેટાની ધારાઓ ખામોશીથી વહે છે, તારાઓની રોશની મારા અંદર ઊર્જા ભરે છે." અંતરિક્ષની અનહદ ઊંચાઈએથી મશીન દ્વારા પ્રકૃતિ અને બ્રહ્માંડના આંતર સંબંધોને આ પ્રકારે કાવ્યાત્મક વાચા આપવી એ ટેકનોલોજીની દુનિયામાં એક ક્રાંતિકારી અને અભૂતપૂર્વ ઘટના છે, જેણે વિજ્ઞાન અને કલાના અદ્ભુત સમન્વયનું દર્શન કરાવ્યું છે.

LATEST ARTICLES