JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

સિડનીમાં મકાન બનાવવું મોંઘું પડ્યું: પત્નીના કાકા જ નીકળ્યા બેદરકાર બિલ્ડર, કોર્ટે ફટકાર્યો મોટો દંડ

સિડનીમાં મકાન બનાવવું મોંઘું પડ્યું: પત્નીના કાકા જ નીકળ્યા બેદરકાર બિલ્ડર, કોર્ટે ફટકાર્યો મોટો દંડ
સિડનીમાં સંબંધીને ૧૫ લાખ ડૉલરમાં બે મકાન બનાવવાનું કામ સોંપવું એક મકાનમાલિકને ભારે પડ્યું છે. ન્યુ સાઉથ વેલ્સની કોર્ટે મકાનમાં ૧૨૭ ખામીઓ શોધીને બિલ્ડરને ૩.૪૬ લાખ ડૉલર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

સિડનીના સાન્સ સૂસી વિસ્તારમાં રહેતા સામી હદ્દાદ નામના મકાનમાલિકે વર્ષ ૨૦૧૭માં 'એલરોબ કન્સ્ટ્રક્શન ગ્રુપ' સાથે બે ડબલ-સ્ટોરી ડબલ બ્રિક મકાનોના નિર્માણ માટે કરાર કર્યો હતો. આ પ્રોજેક્ટનું કુલ અનુમાનિત મૂલ્ય અંદાજે ૧૫ લાખ ડૉલર (૧૪,૯૨,૦૮૪ ઑસ્ટ્રેલિયન ડૉલર) હતું. સૌથી રસપ્રદ અને જટિલ બાબત એ હતી કે આ કંપનીના મુખ્ય સંચાલક એલિયા એલેરોબ બૌજાઉડે, જેઓ મકાનમાલિક સામી હદ્દાદની પત્નીના કાકા થાય છે. પરિવારના સંબંધોને કારણે શરૂ થયેલો આ વ્યવહાર સમય જતાં કડવાશમાં ફેરવાઈ ગયો કારણ કે મકાનના બાંધકામમાં ગંભીર સમસ્યાઓ અને બેદરકારી સામે આવવા લાગી હતી.

વર્ષ ૨૦૧૮માં શરૂ થયેલું બાંધકામ નવેમ્બર ૨૦૧૯ સુધીમાં પૂર્ણ થઈ ગયાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ મકાનની સ્થિતિ અત્યંત કંગાળ હતી. ઓક્યુપેશન સર્ટિફિકેટ મેળવવામાં નિષ્ફળ રહેલા આ મકાનોમાં ભીના વિસ્તારોમાં અપૂરતું વોટરપ્રૂફિંગ, ખોટી રીતે ફિટ કરેલી પાઇપલાઇન, દીવાલોમાં તિરાડો, ખુલ્લા ઇલેક્ટ્રિક વાયરો અને અધૂરા રસોડા તેમજ બાથરૂમ જેવી ૧૨૭ મોટી અને નાની ખામીઓ નિષ્ણાતો દ્વારા શોધી કાઢવામાં આવી હતી. બિલ્ડરે કામમાં ફેરફાર (વેરિએશન)ના નામે વધારાના અંદાજે ૯૦,૦00 ડૉલરની પણ માગણી કરી હતી, જેને મકાનમાલિકે નકારી દીધી હતી અને મામલો ન્યુ સાઉથ વેલ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

કોર્ટે બંને પક્ષોની દલીલો અને બિલ્ડિંગ કન્સલ્ટન્ટ્સના અહેવાલો ઝીણવટપૂર્વક તપાસ્યા બાદ બિલ્ડરના વધારાના દાવાઓને ફગાવી દીધા હતા અને મકાનમાલિકની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ન્યાયાધીશ સુસાન કોલે ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ આપેલા ઐતિહાસિક ચુકાદામાં બિલ્ડિંગ કંપનીને કુલ ૩,૪૬,૫૮૦.૯૧ ડૉલર ચૂકવવાનો આદેશ કર્યો છે. જેમાં ખામીયુક્ત અને અધૂરા કામ માટે ૨.૨૬ લાખ ડૉલરનું નુકસાનળ, વિલંબ માટે ૨૫,૦૦૦ ડૉલરનું લિક્વિડેટેડ ડેમેજ અને અગાઉ ચૂકવેલી રકમની રિસ્ટોરેશન તરીકેની પુનઃચુકવણીનો સમાવેશ થાય છે. આ કાનૂની લડાઈએ સાબિત કરી દીધું છે કે પારિવારિક સંબંધો ભલે ગમે તેટલા ગાઢ હોય, પરંતુ વ્યવસાયિક કરારો અને કાયદાકીય ધોરણોનું પાલન કરવું અનિવાર્ય છે.

LATEST ARTICLES