JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના અલૌકિક દર્શન અને મંગળા આરતીએ ભક્તોમાં જમાવ્યો અનેરો ઉત્સાહ

સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના અલૌકિક દર્શન અને મંગળા આરતીએ ભક્તોમાં જમાવ્યો અનેરો ઉત્સાહ
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે હનુમાનજી દાદાને મનમોહક દિવ્ય વાઘાનો શણગાર ધરાવી ભવ્ય આરતી કરાઈ હતી. વહેલી સવારથી જ દાદાના દર્શનાર્થે હરિભક્તોનો અવિરત પ્રવાહ ઉમટી પડ્યો છે અને સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું છે.

ગુજરાતના અત્યંત શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજનો દિવસ ભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો. પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના કુશળ માર્ગદર્શન હેઠળ આજે દાદાના દરબારમાં એક વિશેષ અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે, કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને અત્યંત આકર્ષક અને મનમોહક દિવ્ય વાઘાનો અલૌકિક શણગાર ધરાવવામાં આવ્યો હતો, જેને નિહાળીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા.

આ પવિત્ર અવસર પર વહેલી સવારે ૦૫:૩૦ કલાકે મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે મંગળા આરતી સંપન્ન થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભક્તોએ પવિત્ર વાતાવરણમાં મંત્રાચારનો લાભ લીધો હતો. ત્યારબાદ સવારે ૦૭:૦૦ કલાકે પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા ભવ્ય શણગાર આરતી ઉતારવામાં આવી હતી. આ દિવ્ય આરતીના દર્શન કરીને ભક્તોનું મન પ્રફુલ્લિત થઈ ગયું હતું અને 'જય કષ્ટભંજનદેવ'ના નારાથી સમગ્ર મંદિર परिसर ગુંજી ઉઠ્યું હતું.

દાદાના દિવ્ય દર્શનની ઝાંખી કરવા માટે વહેલી સવારથી જ ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાળંગપુરધામ પહોંચી રહ્યા છે, જેના કારણે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. કોઈપણ શ્રદ્ધાળુને દર્શન કરવામાં કે કોઈ પ્રકારની અગવડ ન પડે તે માટે મંદિર પ્રશાસન દ્વારા અત્યંત સરાહનીય આયોજન કરવામાં આવ્યું છે. પ્રશાસન દ્વારા સુવ્યવસ્થિત દર્શન વ્યવસ્થા, વિશાળ વાહન પાર્કિંગ તેમજ પધારતા તમામ ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેથી આવનાર પ્રત્યેક ભક્ત ઉત્તમ અનુભવ સાથે દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે.

LATEST ARTICLES