JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

વિશ્વ લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર-૨ ઝોનના મંત્રી તરીકે નિલેશ કાનાણીની પુનઃવરણી

વિશ્વ લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર-૨ ઝોનના મંત્રી તરીકે નિલેશ કાનાણીની પુનઃવરણી
ભાટીયાના યુવા અગ્રણી નિલેશ કાનાણીની વિશ્વ લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર-૨ ઝોનના મંત્રી પદે સતત બીજી વખત પસંદગી કરવામાં આવી છે. તેમની આ નિમણૂકથી હાલાર અને પોરબંદર પંથકના રઘુવંશી સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

বিশ্ব રઘુવંશી સમાજની સર્વોચ્ચ સંસ્થા એવી વિશ્વ લોહાણા મહાપરિષદ દ્વારા જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાનો સમાવેશ કરતા સૌરાષ્ટ્ર ઝોન-૨ના મંત્રી તરીકે ભાટીયાના ઉત્સાહી યુવા અગ્રણી નિલેશ દામોદરભાઈ કાનાણીને જવાબદારી સોંપવામાં આવી છે. મહાપરિષદના રાષ્ટ્રીય પ્રમુખ સતિષભાઈ વિઠલાણી અને સૌરાષ્ટ્ર ઝોન-૨ના પ્રમુખ રાહુલભાઈ મોદી દ્વારા નિલેશભાઈની ગત સંતોષકારક કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને આ મહત્ત્વનું પદ સતત બીજી વખત એનાયત કરવામાં આવ્યું છે, જે સમગ્ર હાલાર પંથકના રઘુવંશી સમાજ માટે ગૌરવવંતી ક્ષણ સમાન છે.

નિલેશભાઈ કાનાણી માત્ર લોહાણા મહાપરિષદ જ નહીં, પરંતુ પંથકની ૩૫ કરતાં વધુ વિવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા રઘુવિર સેના, રઘુવંશી સોશ્યલ ગ્રુપ, જલારામ જયંતી ઉત્સવ સમિતિ, કલ્યાણપુર તાલુકા રઘુવિર સેના, બારાડી લોહાણા મહાજન, રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ લોહાણા કન્યા છાત્રાલય જેવી અગણિત સંસ્થાઓમાં તેઓ મંત્રી અને ટ્રસ્ટી તરીકે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત વેપારી એસોસિએશન, પોલીસ સલાહકાર સમિતિ, બેન્ક રેલવે લડત સમિતિ અને શિશુ મંદિર જેવા લોકઉપયોગી કાર્યોમાં પણ તેમનું યોગદાન હંમેશા મોખરે રહ્યું છે.

વર્ષોથી જ્ઞાતિલક્ષી અને લોકકલણની પ્રવૃત્તિઓમાં સતત સક્રિય રહીને સમાજ ઉત્થાન માટે સમર્પિતભાવે કામ કરવાના તેમના દીર્ઘકાલીન પ્રદાનના ફળસ્વરૂપે જ તેમને આ જવાબદારી પુનઃ સોંપવામાં આવી છે. તેમની આ નિમણૂકથી ભાટીયા, બારાડી, સમગ્ર હાલાર અને પોરબંદર વિસ્તારના રઘુવંશી જ્ઞાતિજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અભિનંદનોનો વરસાદ વરસી રહ્યો છે.

LATEST ARTICLES