JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

જૂનાગઢ જિલ્લા આહિર સેનાના ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ રામની વરણી: સમાજમાં ખુશીની લહેર

જૂનાગઢ જિલ્લા આહિર સેનાના ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ રામની વરણી: સમાજમાં ખુશીની લહેર
તાજેતરમાં આહીર સેના ગુજરાત દ્વારા જૂનાગઢ જિલ્લા આહિર સેનાના ઉપપ્રમુખ પદે ગોવિંદભાઈ રામની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. આ જવાબદારી મળતા સ્નેહીજનો અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા તેમને ભાવી કાર્યો માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

જૂનાગઢ જિલ્લામાં સામાજિક સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવાના હેતુસર આહીર સેના ગુજરાત દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત અગ્રણી અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા ગોવિંદભાઈ રામની જૂનાગઢ જિલ્લા આહિર સેનાના ઉપપ્રમુખ પદે પસંદગી કરવામાં આવી છે. આ વરણીથી સમગ્ર આહીર સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સંગઠનની પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગોવિંદભાઈ રામ અગાઉથી જ વિવિધ સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રોમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. તેઓ હાલમાં જૂનાગઢ જિલ્લા પેટ્રોલપંપ એસોસિએશનના પ્રમુખ પદે રહીને પણ પોતાની જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે. સંગઠન અને વ્યાવસાયિક ક્ષેત્રનો તેમનો લાંબો અનુભવ હવે જિલ્લા આહીર સેનાને વધુ મજબૂત બનાવવામાં ઉપયોગી સાબિત થશે તેવી અપેક્ષા આગેવાનો રાખી રહ્યા છે.

નવી જવાબદારી સ્વીકારવાની સાથે જ ગોવિંદભાઈ રામ પર શુભેચ્છા વર્ષા શરૂ થઈ ગઈ છે. પરિવારજનો, મિત્રમંડળ, સગા-સંબંધીઓ તેમજ સમાજના શ્રેષ્ઠીઓએ ટેલિફોનિક અને રૂબરૂ મુલાકાત લઈને તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી છે. સમાજસેવાના કાર્યોમાં તેઓ હંમેશાં સક્રિય ભૂમિકા ભજવતા રહેશે અને આહીર સેનાના માધ્યમથી સમાજ ઉત્થાનના કાર્યોને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેમ શુભેચ્છકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

LATEST ARTICLES