JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

દિવાળી બાદ શેરબજારમાં તેજીનો સિલસિલો યથાવત્, સેન્સેક્સ 639 અને નિફ્ટી 166 પોઈન્ટ ઉછળ્યા

દિવાળી બાદ શેરબજારમાં તેજીનો સિલસિલો યથાવત્, સેન્સેક્સ 639 અને નિફ્ટી 166 પોઈન્ટ ઉછળ્યા
દિવાળીના તહેવારો બાદ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ 639 પોઈન્ટના ઉછાળા સાથે 82 હજારની સપાટી વટાવી ગયો છે જ્યારે નિફ્ટીમાં પણ 166 પોઈન્ટનો નોંધપાત્ર વધારો થયો છે.

દિવાળીના તહેવારોની રોનક બાદ આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારે તેજીના જોરદાર વલણ સાથે ધમાકેદાર શરૂઆત કરી હતી. બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 218 પોઈન્ટના પ્લસ સાથે 81,810ના સ્તરે ખુલ્યા બાદ દિવસ દરમિયાન સતત ઉપર ચઢતો રહ્યો હતો. કારોબારના અંત સુધીમાં સેન્સેક્સે 82,231 ની ઉચ્ચી સપાટી સ્પર્શી હતી અને અંતે કુલ 639 પોઈન્ટનો શાનદાર ઉછાળો નોંધીને રોકાણકારોના ચહેરા પર ખુશી લાવી દીધી હતી.

આ સકારાત્મક માહોલની અસર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર પણ સ્પષ્ટપણે જોવા મળી હતી, જ્યાં નિફ્ટી 25,206 ના સ્તરે ખૂલ્યા બાદ મજબૂત ખરીદીના સહારે 25,310 ની સપાટીને પણ વટાવી ગયો હતો. દિવસના અંતે નિફ્ટીમાં પણ 166 પોઈન્ટની મજબૂત તેજી નોંધાઈ હતી. બજારના આ ઉછાળા પાછળ મુખ્યત્વે લાર્જ-કેપ શેરોમાં જોવા મળેલી ભારે લેવાલી મુખ્ય કારણ રહી હતી, જેના કારણે સમગ્ર માર્કેટમાં તેજીનું મોજું ફરી વળ્યું હતું અને રોકાણકારોનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો.

આજના આ કારોબારમાં વિવિધ કેટેગરીના શેરોએ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું જેમાં લાર્જ-કેપ શ્રેણીમાં ભારતી એરટેલ (+2.70%), એશિયન પેઇન્ટ્સ (+2.40%), ટ્રેન્ટ (+1.50%), એસબીઆઈ (+1.35%) અને કોટક બેંક (+1.30%) જેવા દિગ્ગજ શેરો આગેવાની કરતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત, મિડકેપ શ્રેણીમાં એપીએલ અપોલો અને આલ્કેમ તેમજ સ્મોલકેપ શ્રેણીમાં એથર એનર્જી, પીપીએલ ફાર્મા અને કેપીઆર મિલના શેરોમાં પણ રોકાણકારો દ્વારા સારો એવો રસ દાખવવામાં આવતા તેજીને વધુ વેગ મળ્યો હતો.

LATEST ARTICLES