JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

એનવિડીયાના સીઈઓ જેન્સન હુઆંગનું રાજીનામું અનેક વિવાદોમાં ઘેરાયું, અન્ય મહિલા કર્મચારીઓ સાથેના સંબંધોનો ઘટસ્ફોટ

એનવિડીયાના સીઈઓ જેન્સન હુઆંગનું રાજીનામું અનેક વિવાદોમાં ઘેરાયું, અન્ય મહિલા કર્મચારીઓ સાથેના સંબંધોનો ઘટસ્ફોટ
એનવિડીયાના સીઈઓ પદેથી રાજીનામું આપનાર જેન્સન હુઆંગના એક પછી એક પ્રેમસંબંધો અને ચીન સાથેના રહસ્યમય કનેક્શને વૈશ્વિક ટેક જગતમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.

ટેક જાયન્ટ કંપની 'એનવિડીયા' (NVIDIA) ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) પદેથી જેન્સન હુઆંગે અચાનક રાજીનામું આપ્યા બાદ તેમના વ્યક્તિગત જીવન અને વ્યવસાયિક આચરણને લઈને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. અગાઉ ચાઈનીઝ કંપનીના સીઈઓ એલીસ સાથેના સંબંધોના કારણે વિવાદમાં આવેલા ૬૩ વર્ષીય હુઆંગનાકંપનીના જ હેલ્થકેર વિભાગના વાઈસ પ્રેસિડેન્ટ કીમ્બલી પોવેલ ઉપરાંત વધુ એક અનામત રાખવામાં આવેલી મહિલા કર્મચારી સાથે પણ ખાસ સંબંધો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રોયટર્સના અહેવાલ મુજબ, હુઆંગ અન્ય ઘણી મહિલા કર્મચારીઓ સાથે પણ સંબંધો બાંધવા ઈચ્છતા હતા પરંતુ મોટાભાગના સ્ટાફે તેમને પ્રતિસાદ આપ્યો ન હતો. આ તમામ ઘટનાક્રમ વચ્ચે અમેરિકી વાણિજ્ય મંત્રી હાવર્ડ લુટનીકની ભૂમિકા પણ શંકાના ઘેરામાં આવી છે, કારણ કે તેમના કાર્યકાળ દરમિયાન જ હોંગકોંગની મેગા સ્પીડ કંપની દ્વારા પ્રતિબંધિત ચીપ્સ ચીન સુધી પહોંચતી હોવાની તપાસ ચાલી રહી છે.

આ સમગ્ર સંકટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુઆંગના સમર્થનમાં નિવેદન આપતા જણાવ્યું છે કે કંપનીએ તેમને એક તક આપવી જોઈએ. ટ્રમ્પે ખુલાસો કર્યો હતો કે રાજીનામા પહેલા હુઆંગે તેમને ફોન કરીને નવા સીઈઓ તરીકે એપલના પ્રેસિડેન્ટ ટીમ કુકનું નામ સૂચવ્યું હતું અને કહ્યું હતું કે તેમનું સ્થાન માત્ર કુક જ લઈ શકે છે. બીજી બાજુ, અત્યંત ગુસ્સામાં રહેલા હુઆંગે બોર્ડને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભવિષ્યમાં પોતાની સાથે શું થશે તેની તેમને કોઈ ચિંતા નથી, પરંતુ તેઓ માત્ર પોતાની પત્ની અને પરિવારને લઈને ચિંતિત છે. તેમણે પોતાની જાત માટે કઠોળ શબ્દો વાપર્યા હોવા છતાં, અન્ય મહિલાઓ સાથે જોડાયેલા નામોથી પોતાના પરિવારને કોઈ નુકસાન ન થાય તેની તેઓ ખાસ કાળજી રાખી રહ્યા છે.

આ સમગ્ર પ્રકરણ પાછળ માત્ર અંગત સંબંધો જ નહીં, પરંતુ મોટા પાયે ટેકનોલોજીની હેરાફેરી અને જાસૂસીના તાર પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. હુઆંગ સાથે સંબંધોરાખીને જાસૂસી કરનાર એલીસ વાસ્તવમાં ચીનની અતિશય લોકપ્રિય અને અમેરિકી કંપનીઓને ટક્કર આપનાર AI કંપની 'ડીપસીક' (DeepSeek) સાથે સંકળાયેલી હતી. એલીસની કંપનીએ ડીપસીકમાં મોટું રોકાણ કર્યું હતું અને એનવિડીયાની અત્યંત આધુનિક 'બ્લેકવેલ' ચીપ આ ચાઈનીઝ એઆઈ ટૂલને ઉપલબ્ધ કરાવવામાં એલીસની ભૂમિકા અત્યંત મહત્વની રહી હોવાનું મનાય છે. આમ, એક તરફ અંગત જીવનના કૌભાંડો અને બીજી તરફ રાષ્ટ્રીય સુરક્ષા તથા ટેકનોલોજી લીક કરવાના ગંભીર આક્ષેપોને કારણે એનવિડીયા અને તેના પૂર્વ સીઈઓ વર્તમાન સમયમાં વૈશ્વિક મીડિયાનું કેન્દ્રબિંદુ બન્યા છે.

LATEST ARTICLES