JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

રેલવે ભરતી બોર્ડ દ્વારા RRB ગ્રુપ ડી પરીક્ષાનું પરિણામ જાહેર, ઝોન મુજબ પીડીએફ ડાઉનલોડ કરો

| By JAMNAGAR MIRROR
રેલવે ભરતી બોર્ડ દ્વારા RRB ગ્રુપ ડી પરીક્ષાનું પરિણામ જાહેર, ઝોન મુજબ પીડીએફ ડાઉનલોડ કરો
રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા ગ્રુપ ડી કમ્પ્યુટર-બેઝ્ડ ટેસ્ટનું પરિણામ અધિકૃત વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો હવે આગામી તબક્કાની શારીરિક કસોટી માટે તૈયાર થઈ શકે છે.

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા દેશભરમાં રેલવેના વિવિધ ઝોનમાં ખાલી પડેલી કુલ ૨૨,૧૯૫ જગ્યાઓ ભરવા માટે યોજાયેલી ગ્રુપ ડી કમ્પ્યુટર-બેઝ્ડ ટેસ્ટ (CBT) નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા ગત ૩ ઓગસ્ટથી ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન લેવામાં આવી હતી, જેમાં લાખો ઉમેદવારોએ ભાગ લીધો હતો. હવે પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો પોતપોતાના ક્ષેત્રની સંબંધિત RRB ની પ્રાદેશિક વેબસાઇટ પર જઈને ઝોન મુજબની પરિણામની પીડીએફ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે અને પસંદગી પામેલા ઉમેદવારો પોતાના રોલ નંબર ચકાસી શકે છે.

આ જાહેર કરાયેલ પરિણામની પીડીએફમાં આગામી તબક્કા એટલે કે ફિઝિક્સ એફિશિયન્સી ટેસ્ટ (PET) માટે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોના રોલ નંબર સામેલ છે. બોર્ડ દ્વારા જારી કરાયેલ સૂચના મુજબ, ઉમેદવારોના સ્કોરકાર્ડની લિંક આગામી ૧૬ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ સાંજે ૫ વાગ્યા સુધીમાં અથવા તે પહેલાં સક્રિય કરવામાં આવશે, જેનો ઉપયોગ ઉમેદવારો ૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી પોતાના ગુણ જોવા માટે કરી શકશે. જ્યારે પીડીએફ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ વેબસાઇટ પર જઈને 'CEN 09/2025' ની લિંક પર ક્લિક કરીને કંટ્રોલ પ્લસ એફ (Ctrl+F) ની મદદથી પોતાનો રોલ નંબર સર્ચ કરવાનો રહેશે.

આગામી તબક્કાની શારીરિક કસોટી (PET) નું સમયપત્રક અને એડમિટ કાર્ડ બહાર પાડવાની તારીખ સંબંધિત આરઆરસી (RRC) અધ્યક્ષો દ્વારા આગામી સમયમાં અલગથી જાહેર કરવામાં આવશે. જો કે, દિવ્યાંગ ઉમેદવારો (PwBD), ભૂતપૂર્વ સૈનિકો અને એપ્રેન્ટિસ પૂર્ણ કરેલા ઉમેદવારોને આ શારીરિક કસોટીના તબક્કામાંથી મુક્તિ આપવામાં આવી છે, જેઓની યાદી સબંધિત સત્તાધિકારીઓ દ્વારા અલગથી બહાર પાડવામાં આવશે. ઉમેદવારોએ પરિણામ અને આગળની પ્રક્રિયા માટે સત્તાવાર વેબસાઇટ પર સતત નજર રાખવા અપીલ કરવામાં આવી છે.

LATEST ARTICLES