JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

ભારત-ન્યુઝીલેન્ડ મેચમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: વિકેટ લીધા બાદ ગુરનુર બરાર અને ટિમ સેફર્ટ વચ્ચે થઈ બોલાચાલી, વિરાટે મામલો શાંત કરાવ્યો

| By JAMNAGAR MIRROR
ભારત-ન્યુઝીલેન્ડ મેચમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: વિકેટ લીધા બાદ ગુરનુર બરાર અને ટિમ સેફર્ટ વચ્ચે થઈ બોલાચાલી, વિરાટે મામલો શાંત કરાવ્યો
ન્યુઝીલેન્ડ સામેની ચોથી વનડે મેચમાં ભારતીય બોલર ગુરનુર બરાર વિકેટ લીધા બાદ કીવી બેટ્સમેન ટિમ સેફર્ટ સાથે ઉગ્ર બોલાચાલીમાં ઉતર્યો હતો. મેદાન પર વધતો તણાવ જોઈને દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ તાત્કાલિક વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.

ન્યુઝીલેન્ડના માઉન્ટ માઉંગાનુઈ સ્થિત બે ઓવલ મેદાન પર શુક્રવારના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથો મુકાબલો ભારે રોમાંચક અને ઉતાર-ચઢાવવાળો રહ્યો હતો. મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેના પગલે ન્યુઝીલેન્ડના ઓપનર્સ ટિમ સેફર્ટ અને વિલ યંગ મેદાન પર બેટિંગ કરવા માટે ઉતર્યા હતા. શરૂઆતી ઓવરોમાં કીવી બેટ્સમેનોએ ભારતીય બોલરોને પરેશાન કર્યા હતા, પરંતુ ૧૨મી ઓવરના અંતિમ બોલ પર ફાસ્ટ બોલર ગુરનુર બરારે ટિમ સેફર્ટને આઉટ કરીને ભારતને મેચની પ્રથમ અને અત્યંત મહત્વપૂર્ણ સફળતા અપાવી હતી.

વિકેટ મળ્યા બાદ લાંબી ઓવરોની હતાશા અને જોશમાં આવેલા ગુરનુર બરારનો આપાત ખોવાઈ ગયો હતો અને તે સીધો બેટ્સમેન ટિમ સેફર્ટ પાસે પહોંચીને આક્રમક અંદાજમાં બૂમો પાડવા લાગ્યો હતો. આ પ્રકારનું આક્રમક 'સેન્ડ-ઓફ' જોઈને મેદાન પરનું વાતાવરણ એકદમ ગરમાઈ ગયું હતું અને બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. સ્થિતિ વધુ વણસે તે પહેલાં જ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સમજદારી દાખવીને તાત્કાલિક ધોરણે દોડી આવ્યા હતા અને ગુરનુરને પકડીને સેફર્ટથી દૂર ખસેડ્યો હતો, જેથી મોટો વિવાદ અટકી ગયો હતો.

આ ઘટના બાદ મેદાન પર હાજર અમ્પાયર ક્રિસ બ્રાઉને પણ ત્વરિત પ્રતિક્રિયા આપીને યુવા બોલર ગુરનુર બરાર સાથે વાતચીત કરી હતી અને તેને મેદાન પર સંયમ જાળવવાની કડક તાકીદ કરી હતી. જોકે, આક્રમક ઉજવણી અને ખેલાડી સાથેના આ વર્તનને કારણે હવે ગુરનુર બરારની મુશ્કેલીઓ વધી શકે છે અને મેચ રેફરી દ્વારા આ માને લઈને આઈસીસીની આચારસંહિતા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.

LATEST ARTICLES