JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

દિલ્હીની યમુના નદીમાં મરેલી માછલીઓ તરતા રાજકારણ ગરમાયું, ભાજપ અને આપ आमने-सामने

| By JAMNAGAR MIRROR
દિલ્હીની યમુના નદીમાં મરેલી માછલીઓ તરતા રાજકારણ ગરમાયું, ભાજપ અને આપ आमने-सामने
રાજધાની દિલ્હીમાં છઠ પૂજા પહેલા યમુના નદીમાં મોટી સંખ્યામાં મરેલી માછલીઓ મળી આવતા શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ આમ આદમી પાર્ટી વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપની તીવ્ર રાજકીય લડાઈ શરૂ થઈ ગઈ છે.

દિલ્હીમાં સોનિયા વિહાર વિસ્તાર નજીક યમુના નદીમાં મરેલી માછલીઓ તકતી હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને દિલ્હીમાં 'નમો યમુના રિવર સફારી' નામની પ્રથમ મનોરંજન રિવર ક્રૂઝ સેવા શરૂ થયાના બિલકુલ બીજા જ દિવસે આ ઘટના સામે આવી છે. આગામી સમયમાં પવિત્ર છઠ્ઠ મહાપર્વ ઉજવવામાં આવનાર છે ત્યારે આ ઘટનાને લઈને શાસક અને વિપક્ષ પક્ષો એકબીજા પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે, જેના કારણે દિલ્હીનું વાતાવરણ અત્યંત તંગ બન્યું છે.

દિલ્હીના પર્યાવરણ મંત્રી પરવેશ વર્માએ આ મામલે આકરા પ્રહારો કરતા દાવો કર્યો છે કે, સરકારની છબી ખરાબ કરવા અને છઠ્ઠ પૂજાનું વાતાવરણ બગાડવા માટે જાણી જોઈને કોઈ દ્વારા નદીમાં મરેલી માછલીઓ નાખવામાં આવી છે. તેમણે જણાવ્યું કે સરકારે આ મામલે સત્તાવાર રીતે એફઆઈઆર (FIR) નોંધી દીધી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે કે આની પાછળ આમ આદમી પાર્ટીના કાર્યકરોનો હાથ છે કે કેમ. મંત્રીએ એમ પણ આક્ષેપ કર્યો છે કે વિપક્ષ જાણી જોઈને તહેવારના માહોલને બગાડવા માટે આ પ્રકારની ઓછી કક્ષાની રાજનીતિ કરી રહ્યો છે.

બીજી બાજુ, મુખ્ય વિપક્ષી પક્ષ આમ આદમી પાર્ટીએ ભાજપના તમામ દાવાઓને ફગાવી દીધા છે. 'આપ' ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સૌરભ ભારાવાજે વીડિયો શેર કરીને વળતો પ્રહાર કર્યો હતો કે જો યમુનાનું પાણી માછલીઓ માટે સુરક્ષિત નથી, તો શું તે છઠ્ઠ પૂજામાં સ્નાન કરવા આવતી માતાઓ અને બહેનો માટે સુરક્ષિત છે? તેમણે કટાક્ષ કર્યો હતો કે મંત્રી મૌખિક રીતે માછલીઓ બહારથી નાખવાની વાત કરે છે પરંતુ પોલીસ ફરિયાદમાં તેનો કોઈ ઉલ્લેખ નથી, કારણ કે તેઓ નદીના ગંભીર પ્રદૂષણની પોલ ખૂલી જવાના ડરથી તપાસથી ભાગી રહ્યા છે.

LATEST ARTICLES