JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકી અધિકારીઓ પર હુમલો થશે તો ઈરાનનો નકશામાંથી સફાયો થઈ જશે: ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી

| By JAMNAGAR MIRROR
અમેરિકી અધિકારીઓ પર હુમલો થશે તો ઈરાનનો નકશામાંથી સફાયો થઈ જશે: ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપતા જણાવ્યું છે કે જો તેહરાન દ્વારા કોઈ પણ અમેરિકી અધિકારીને નિશાન બનાવવામાં આવશે, તો તેનો અસ્તિત્વ જ મટી જશે. ટ્રમ્પે જરૂર પડ્યે ત્વરિત લશ્કરી કાર્યવાહી કરવાની પણ સ્પષ્ટ ચેતવણી આપી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ એક ટેલિવિઝન મુલાકાતમાં ઈરાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા અત્યંત કડક નિવેદનો આપ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો ઈરાન અમેરિકાના કોઈ પણ અધિકારીને નુકસાન પહોંચાડશે અથવા હત્યા કરશે, તો જવાબદાર લોકો અને તે દેશનું વર્તમાન શાસન પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ જશે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટને ઈરાન તરફથી જીવનું જોખમ હોવાના અહેવાલો બાદ તેઓ સુરક્ષાાર્થે વોશિંગ્ટનની એક લશ્કરી બેઝ પર ખસેડાયા છે, જેની પૃષ્ઠભૂમિમાં ટ્રમ્પનું આ નિવેદન અત્યંત ગંભીર માનવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન ટ્રમ્પે મધ્ય પૂર્વમાં અમેરિકી હિતો અને સહયોગીઓની સુરક્ષા માટે સૈન્ય બળના પ્રયોગ બાબતે કોઈપણ પ્રકારની ખચકાટ અનુભવવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે જો પરિસ્થિતિ બગડશે અથવા પ્રતિકૂળ બનશે, તો તેઓ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ઈરાન પર ભીષણ હુમલો કરતા અચકાશે નહીં. ટ્રમ્પે વ્યૂહાત્મક રીતે અતિ મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડી પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ હોવાનો દાવો કર્યો હતો અને ઉમેર્યું હતું કે સંઘર્ષ છતાં અમેરિકાની ઓઈલ નિકાસમાં વધારો થયો છે.

વધુમાં, ટ્રમ્પે ઈરાની નેતૃત્વ સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો તેમના કાર્યકાળના અંત સુધીમાં ઈરાનમાં આ જ શાસન સત્તા પર રહ્યું તો તે તેમના માટે રાજકીય પરાજય ગણાશે. તેમણે દાવો કર્યો હતો કે વર્તમાન સમયમાં ઈરાનનું શાસન અંદરથી તૂટી રહ્યું છે અને તે નબળું પડી ગયું છે. અમેરિકી પ્રમુખનું આ કડક વલણ દર્શાવે છે કે જો તેહરાન તરફથી કોઈ પણ દુઃસાહસ કરવામાં આવશે, તો વોશિંગ્ટન દ્વારા ખૂબ જ મોટો અને વિનાશક જવાબી હુમલો કરવામાં આવી શકે છે.

LATEST ARTICLES