JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

યુએસ રક્ષામંત્રી પીટ હેગસેથે શિસ્ત ભંગ અટકાવનાર સૈનિકને સન્માનિત કર્યો

| By JAMNAGAR MIRROR
યુએસ રક્ષામંત્રી પીટ હેગસેથે શિસ્ત ભંગ અટકાવનાર સૈનિકને સન્માનિત કર્યો
અર્લિંગ્ટન નેશનલ સેમેટેરી ખાતે વોર મેમોરિયલ પર મૌન અને શિસ્ત જાળવવાની ટકોર કરનાર સ્પેશિયાલિસ્ટ થોમસ ઇગ્લેસિયસને યુએસ રક્ષામંત્રી પીટ હેગસેથે વિશિષ્ટ લશ્કરી મેડલ એનાયત કર્યો છે.

અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથે તાજેતરમાં પેન્ટાગોન ખાતે આયોજિત એક વિશેષ સમારોહમાં આર્મીના જવાન સ્પેશિયાલિસ્ટ થોમસ ઇગ્લેસિયસને 'જોઈન્ટ સર્વિસ કમેન્ડેશન મેડલ'થી નવાજ્યા છે. થોમસ ઇગ્લેસિયસ તે જ સૈનિક છે જેમણે થોડા દિવસો પહેલાં વેટરન્સ ડે પ્રસંગે આર્લિંગ્ટન નેશનલ સેમેટેરી સ્થિત 'ટૉમ્બ ઓફ ધ અનનૌન સોલ્જર' ખાતે રક્ષામંત્રી અને તેમના સહયોગીઓને મૌન અને મર્યાદા જાળવવાની કડક ટકોર કરી હતી. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ બાદ, જ્યારે રક્ષામંત્રી અને તેમની ટીમ સ્મારકની પવિત્ર સીડીઓ પર ફોટા પડાવી રહી હતી અને હસી રહી હતી, ત્યારે જવાન ઇગ્લેસિયસે સાર્વજનિક રીતે શિસ્તનું પાલન કરવાની યાદ અપાવી હતી.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પેન્ટાગોને સૈનિકની વેરદારી અને ફરનિષ્ઠાની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. સામાન્ય રીતે જુનિયર કક્ષાના સૈનિકોને ભાગ્યે જ મળતો આ પ્રતિષ્ઠિત મેડલ એનાયત કરતી વખતે રક્ષામંત્રી હેગસેથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લખ્યું હતું કે, "અમે સૈનિકોને પ્રેમ કરીએ છીએ અને શિસ્તને પણ. શાબાશ, સ્પેશિયાલિસ્ટ." પેન્ટાગોનના પ્રવક્તાએ પણ સ્પષ્ટ કર્યું હતું કે જમાને તદ્દન યોગ્ય અને આદરપૂર્વક સ્મારકની ગરિમા જાળવવાનું યાદ કરાવ્યું હતું, જે લશ્કરી શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

બીજી બાજુ, આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે રક્ષામંત્રી પીટ હેગસેથ રાજકીય મોરચે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. થોડા દિવસો અગાઉ જ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સમાં તેમના વિરુદ્ધનો મહાભિયોગ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો, જોકે આગામી સમયમાં વિરોધીઓ દ્વારા આ મામલે તપાસ વધુ તેજ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. કાયદાકીય અને રાજકીય ઉથલપાથલ વચ્ચે રક્ષામંત્રી દ્વારા શિસ્તભંગ કરનારને ટોકનાર સૈનિકને સન્માનિત કરવાનું પગલું સેનામાં લશ્કરી મર્યાદા અને વ્યાવસાયિકતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

LATEST ARTICLES