JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ચીનને એનવીડિયા ચિપની નિકાસ મામલે યુએસ સંસદની તપાસ શરૂ, સીઈઓ જેન્સેન હુઆંગનું રાજીનામું

| By JAMNAGAR MIRROR
ચીનને એનવીડિયા ચિપની નિકાસ મામલે યુએસ સંસદની તપાસ શરૂ, સીઈઓ જેન્સેન હુઆંગનું રાજીનામું
યુએસ સેનેટ અને હાઉસ કમિટી દ્વારા ટ્રમ્પ પ્રશાસન સમયની ચીનને એનવીડિયા ચિપની નિકાસની તપાસ હાથ ધરવામાં આવશે. આ રાજકીય અને વ્યવસાયિક હલચલ વચ્ચે કંપનીના સહ-સ્થાપક અને સીઈઓ જેન્સેન હુઆંગે તાત્કાલિક અસરથી પોતાના પદા પરથી રાજીનામું આપી દીધું છે.

અમેરિકાની બે મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓ એટલે કે યુએસ સેનેટ ફાઇનાન્સ કમિટી અને હાઉસ વેઝ એન્ડ મીન્સ કમિટી દ્વારા ટ્રમ્પ પ્રશાસનના કાર્યકાળ દરમિયાન ચીનને અત્યાધુનિક એનવીડિયા ચિપ્સની નિકાસ મંજૂર કરવાના નિર્ણય વિરુદ્ધ સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી રહી છે. કાયદા ઘડનારાઓ દ્વારા જારી કરાયેલા એક પત્રમાં આ બાબતનો ખુલાસો થયો છે, જેણે આંતરરાષ્ટ્રીય વેપાર અને રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. આ ઉચ્ચસ્તરીય તપાસમાં એ વાતની ખાતરી કરવામાં આવશે કે શું આ નિકાસથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા કે વ્યાપારી ગુપ્ત બાબતોને કોઈ જોખમ તો નથી ઊભું થયું ને, જેણે આગામી દિવસોમાં ટેકનોલોજી ક્ષેત્રે મોટા રાજકીય સમીકરણો બદલવાની શક્યતાઓ ઊભી કરી છે.

આ સંવેદનશીલ વળાંક વચ્ચે ટેક જાયન્ટ કંપની એનવીડિયામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેમાં કંપનીના સહ-સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જેન્સેન હુઆંગે તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના અચાનક રાજીનામાથી વૈશ્વિક ટેક માર્કેટમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. હુઆંગના વિદાય બાદ કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) કોલેટ ક્રેસને તાત્કાલિક ધોરણે વચગાળાના સીઈઓ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે કંપનીના બોર્ડ દ્વારા કાયમી ઉત્તરાધિકારીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના પૂર્વ સીઈઓ ટિમ કુકનું નામ હુઆંગના સંભવિત વિકલ્પ તરીકે સૂચવ્યું છે, જેણે આ નિમણૂક પ્રક્રિયાને વધુ રોચક બનાવી દીધી છે.

બીજી બાજુ, એનવીડિયા કંપનીએ અગાઉ પોતાના વ્યાપારી વ્યવહારો અને આક્ષેપો સાથે સંકળાયેલી બાબતોમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થઈ હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. કંપનીનું એવું પણ નિવેદન રહ્યું છે કે તેમની પાસે એવું માનવા પાછળનું કોઈ કારણ નથી કે જેનાથી તેમના વ્યાપારી રહસ્યો અથવા યુએસની રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ પ્રકારનો ચેડા કે ભંગ થયો હોય. હાલમાં ચાલી રહેલી આ તપાસ અને ટોચના નેતૃત્વમાં આવેલા પરિવર્તનને કારણે આગામી સમયમાં વૈશ્વિક સેમીકન્ડક્ટર માર્કેટ અને એનવીડિયાના શેરબજાર પર ઊંડી અસરો જોવા મળી શકે છે, જેના પર સમગ્ર દુનિયાની નજર ટકેલી છે.

LATEST ARTICLES