JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ડચેસ ઓફ સસેક્સ મેઘન માર્કલના પિતાએ ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ ડિવાઈસ કાપી નાખ્યું, ધરપકડ બાદ કાર્યવાહી

Nov 11, 2026 | 02:50 | By JAMNAGAR MIRROR
ડચેસ ઓફ સસેક્સ મેઘન માર્કલના પિતાએ ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ ડિવાઈસ કાપી નાખ્યું, ધરપકડ બાદ કાર્યવાહી
કેલિફોર્નિયામાં ચાઈલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ મટિરિયલ રાખવાના ગંભીર આરોપસર ધરપકડ થયેલ થોમસ માર્ક્લે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી એન્કલ મોનિટર હટાવી દેતા પોલીસ હરકતમાં આવી છે.

બ્રિટનના પ્રિન્સ હેરીની પત્ની અને ડચેસ ઓફ સસેક્સ મેઘન માર્કલના ૮૨ વર્ષીય પિતા થોમસ માર્ક્લેએ તેમના પગમાં પહેરેલું ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ ડિવાઈસ એટલે કે એન્કલ બ્રેસલેટ કાપી નાખ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફ્લોરિડાના ટાંપામાં ફેડરલ કોર્ટમાં સુનાવણીની રાહ જોઈ રહેલા થોમસ માર્ક્લેએ આ ડિવાઈસ હટાવ્યાની ગણતરીની મિનિટોમાં જ સત્તાવાળાઓ દ્વારા તેમની પુનઃ ધરપકડ કરવામાં આવી હતી. આ અગાઉ ગત શુક્રવારે લોસ એન્જલસ વિસ્તારમાં આવેલા સ્ટોરેજ યુનિટમાંથી ચાઈલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ મટિરિયલ સાથે સંકળાયેલી સ્લાઇડ્સ, ફિલ્મ નેગેટિવ્સ અને પુસ્તકો સહિત અંદાજે ૭૮ જેટલી આપત્તિજનક વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી, જેના પગલે તેમની અટકાયત કરવામાં આવી હતી.

અગાઉ ફ્લોરિડાના લેકલેન્ડ સ્થિત સિનિયર કેર સેન્ટરમાંથી એમ્બ્યુલન્સ દ્વારા થોમસ માર્ક્લેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં જજ દ્વારા તેમને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ અને માનસિક સક્ષમતાના પરીક્ષણની શરતે મુક્ત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ સામે આવતા ડચેસ ઓફ સસેક્સ મેઘન માર્ક્લે ઊંડી વેદના વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે તેમના પિતાથી અંતર જાળવવાનો અને બાળકોને તેમના સંપર્કથી દૂર રાખવાનો તેમનો એક જ ઉદ્દેશ્ય પોતાના બાળકોનું રક્ષણ કરવાનો હતો. તેમણે ખુલાસો કર્યો હતો કે વર્ષ ૨૦૧૯માં જ લંડન પોલીસને તેમના પિતા સામે પરેશાન કરનારા આરોપો અંગે પત્ર લખીને જાણ કરવામાં આવી હતી.

થોમસ માર્ક્લે અગાઉ ફિલિપાઇન્સમાં રહેતા હતા જ્યાં તેમને સ્ટ્રોક આવ્યા બાદ ડાબો પગ કાપવો પડ્યો હતો, જેના કારણે તેમને યુએસ પરત ફરવું પડ્યું હતું. બ્રિટિશ અખબાર 'ધ સન'ના અહેવાલ મુજબ, ફિલિપાઈન્સમાં તેમના ઘરની સફાઈ કરતી વખતે તેમના સાવકા પુત્રને કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો અને સામગ્રી મળી આવી હતી, જેના આધારે કેલિફોર્નિયાના સ્ટોરેજ યુનિટ સુધી તપાસ પહોંચી હતી અને આ ગંભીર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હાલ આ કેસમાં કાયદેસરની કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે.

LATEST ARTICLES