JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

દિવાળી પર્વે રાજકોટ એસટી વિભાગનું શાનદાર આયોજન: માત્ર ત્રણ દિવસમાં દોડાવી ૨૦૦ વધારાી બસો, રળ્યા ૨૮ લાખ રૂપિયા

Nov 10, 2026 | 09:55 | By JAMNAGAR MIRROR
દિવાળી પર્વે રાજકોટ એસટી વિભાગનું શાનદાર આયોજન: માત્ર ત્રણ દિવસમાં દોડાવી ૨૦૦ વધારાી બસો, રળ્યા ૨૮ લાખ રૂપિયા
દિવાળીના તહેવારોમાં વતન જતા મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા રાજકોટ એસટી વિભાગ દ્વારા ત્રણ દિવસમાં ૨૦૦ વધારાની બસો દોડાવવામાં આવી હતી, જેના પરિણામે નિગમને ૭૨ કલાકમાં જ ૨૮ લાખ રૂપિયાની માતબર આવક પ્રાપ્ત થઈ છે.

દિપોત્સવના મહાપર્વ દરમિયાન પોતાના પરિવારજનો સાથે તહેવાર ઉજવવા માટે વતન જતાં તેમજ વિવિધ પર્યટન સ્થળોની મુલાકાતે નીકળેલા હજારો મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે અને તેઓ સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે તે માટે આગોતરી તૈયારીઓ આરંભી દેવાઈ હતી. સામાન્ય દિવસોની સરખામણીએ તહેવારોના આ દિવસોમાં મુસાફરોની સંખ્યામાં બમણો ઉછાળો જોવા મળ્યો હતો, જેને પહોંચી વળવા તંત્ર દ્વારા કમર કસવામાં આવી હતી.

અમદાવાદ, સુરત, વડોદરા, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા અને કચ્છ જેવા રાજ્યના મુખ્ય અને વ્યસ્ત રૂટો પર અગાઉથી જ થયેલા ભારે બુકિંગ અને ઓન-સ્પોર્ટ ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રાજકોટ ડિવિઝન દ્વારા માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં જ ૨૦૦ જેટલી વધારાની (એક્સ્ટ્રા) બસો ઓન-રોડ દોડાવવામાં આવી હતી. આ સઘન અને આયોજનબદ્ધ પરિવહન વ્યવસ્થાના પરિણામે રાજકોટ એસટી નિગમની તિજોરીમાં માત્ર ૭૨ કલાકની અંદર જ ૨૮ લાખ રૂપિયાની બમ્પર આવક જમા થઈ ચૂકી છે, જે તંત્રની સફળ વહીવટી કુશળતા દર્શાવે છે.

તહેવારોના આ આનંદના માહોલ વચ્ચે પણ પોતાના પરિવારથી દૂર રહીને મુસાફરોની સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે ડિવિઝનના ૧,૯૭૮ જેટલા ડ્રાઈવરો અને કંડક્ટરોએ તહેવારની રજાઓ માણવાને બદલે ખંતપૂર્વક રાત-દિવસ ફરજ બજાવી હતી અને સંચાલનને અડચણમુક્ત રાખ્યું હતું. ભાઈબીજથી લઈને લાભ પાંચમ સુધી લોકોની વતનથી પરત ફરવાની તેમજ પ્રવાસની અવરજવર સતત ચાલુ રહેતી હોવાથી, મુસાફરોના હિતમાં નિગમ દ્વારા આ તમામ વધારાની બસ સેવાઓ લાભ પાંચમ સુધી યથાવત રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

LATEST ARTICLES