મદ્રાસ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પોલીસ કર્મચારી દ્વારા એસોસિએશન રચવા માટે મંજૂરી માંગતી અરજી કરવી એ કોઈ ગુનો કે ગેરવર્તણૂક નથી. કોર્ટે બે દાયકા જૂની શિસ્તભંગની કાર્યવાહી રદ કરીને કર્મચારીને તમામ નિવૃત્તિ લાભો આપવાનો આદેશ કર્યો છે.
ચેન્નઈના વી. નાગાલીંગમ નામના પોલીસકર્મીએ વર્ષ ૨૦૦૪માં ડીજીપી અને મુખ્યમંત્રીના ખાસ સેલમાં પોલીસ એસોસિએશન રચવાની મંજૂરી મેળવવા માટે એક રજૂઆત કરી હતી. આ રજૂઆતને આધારે વિભાગ દ્વારા તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને ચાર્જ મેમો જારી કરવામાં આવ્યો હતો. આ મામલે લાંબા સમય સુધી ન્યાયિક લડાઈ ચાલી અને દરમિયાન અરજદાર વય મર્યાદાના કારણે નિવૃત્તિ પણ પામ્યા હતા, પરંતુ શિસ્તભંગની કાર્યવાહી પેન્ડિંગ રહેવાને કારણે તેમના નિવૃત્તિ લાભો અટવાયા
