JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિષ્ક્રિયતાથી એન્નોર ક્રીક ગંભીર પ્રદૂષણના સિંજામાં

Oct 31, 2026 | 21:44 | By JAMNAGAR MIRROR
સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિષ્ક્રિયતાથી એન્નોર ક્રીક ગંભીર પ્રદૂષણના સિંજામાં
'સેવ એન્નોર ક્રીક કેમ્પેઈન'ના તાજેતરના અહેવાલે સરકારી નિષ્ક્રિયતાની પોલ ખોલી છે. સતત ફ્લાય એશ અને ઔદ્યોગિક પ્રદૂષણને કારણે એન્નોર જળાશયોનું અસ્તિત્વ જોખમાયું છે અને પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે.

ચેન્નાઈના સંવેદનશીલ એન્નોર વિસ્તારમાં ફ્લાય એશ અને ઝેરી રસાયણોના અનિયંત્રિત નિકાલને કારણે પર્યાવરણની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. નાગરિકો, પર્યાવરણવિદો અને સ્થાનિક માછીમારોના સંયુક્ત મંચ 'સેવ એન્નોર ક્રીક કેમ્પેઈન' દ્વારા બહાર પાડવામાં આવેલા એક વિગતવાર અહેવાલમાં રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ગત વર્ષે મનાલી એન્નોર રિસ્ટોરેશન એન્ડ રજુવેનેશન કાઉન્સિલ (MERRC) ની રચના કરવામાં આવી હોવા છતાં, જમીની સ્તરે પર્યાવરણ સંરક્ષણ અને જનફરિયાદ નિવારણ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે આ વિસ્તારમાં પ્રદૂષણ બેકાબૂ બન્યું છે.

અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે પાવર જનરેશન કોર્પોરેશન અને તામિલનાડુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (TNPCB) ની મૌન મિલીભગત કે નિષ્ક્રિયતાના કારણે એન્નોર ક્રીક અને સેપ્પાક્કમ તરફ એશ પોન્ડમાંથી રાખ અને સ્લરીનો પ્રવાહ સતત વહી રહ્યો છે. ઉત્તર ચેન્નાઈ થર્મલ પાવર સ્ટેશન (NCTPS) ની એશ પાઈપલાઈનોમાંથી લીકેજ થવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત, પારદર્શિતાના દાવાઓ વચ્ચે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વેબસાઈટ પરથી ઉદ્યોગોના ઐતિહાસિક હવાના પ્રદૂષણના ડેટા હટાવી લેવામાં આવ્યા છે, જેથી જનતા અને વિશેષજ્ઞો પ્રદૂષણના વલણો પર નજર રાખી શકે નહીં અને ભ્રષ્ટાચાર કે બેદરકારી છુપાવી શકાય.

સ્થાનિક માછીમારોના રોજીરોટી અને આરોગ્ય પર પણ આ પ્રદૂષણની વિપરીત અસરો પડી રહી છે, જેને સરકારે સંપૂર્ણપણે નજરઅંદાજ કરી છે. નદીઓમાં આક્રમક મસલ્સનો ઉપદ્રવ વધ્યો છે અને ડ્રેજિંગ અધૂરું છોડીને કાંપ નદી કિનારે જ ઠાલવવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલાં એન્નોર ક્રીકમાં મોટા પ્રમાણમાં માછલીઓના મોત થયા હતા, પરંતુ સરકાર દ્વારા માત્ર સીવેજના પ્રદૂષણને કારણ ધ ધરીને સંતોષ માનવામાં આવ્યો છે અને આજદિન સુધી કોઈ અધિકૃત તપાસ અહેવાલ પીડિતોને આપવામાં આવ્યો નથી. આ રિપોર્ટમાં કથીવક્કમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરવાની અને માછીમારો માટેના અધૂરા બજાર બ્લોકનું કામ ઝડપથી પૂરું કરવાની માંગ કરવામાં આવી છે.

LATEST ARTICLES