JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

સાયબર હુમલાઓ વધતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કડક કાર્યવાહી, બેંકો પાસે માંગ્યો સુરક્ષા પાલનનો પુરાવો

Oct 30, 2026 | 16:15 | By JAMNAGAR MIRROR
સાયબર હુમલાઓ વધતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કડક કાર્યવાહી, બેંકો પાસે માંગ્યો સુરક્ષા પાલનનો પુરાવો
નાણાકીય સંસ્થાઓ પર વધતા સાયબર હુમલાઓને ધ્યાનમાં રાખીને RBI એ બેંકોને સુરક્ષા ધોરણો વધુ મજબૂત કરવા આદેશ આપ્યો છે. API સુરક્ષા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જોખમો અંગે બેંકો પાસે પાલનનો પુરાવો માંગવામાં આવ્યો છે.

દેશની નાણાકીય સંસ્થાઓ પર સતત વધી રહેલા સાયબર જોખમો અને ડેટા લીક જેવી ગંભીર ઘટનાઓને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) હવે અત્યંત સક્રિય બની છે. કેન્દ્રીય બેંકે તમામ બેંકોને તેમની સાયબર સુરક્ષા પ્રણાલીને વધુ સઘન બનાવવા અને અગાઉના નિયમોનું કડક પાલન કર્યાના પુરાવા રજૂ કરવા તાકીદ કરી છે. હાલના સમયમાં હેકર્સો દ્વારા અત્યાધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને નાણાકીય માળખાને નિશાન બનાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ગ્રાહકોની અંગત માહિતી અને નાણાં બંને પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ વૈશ્વિક સમસ્યાને પહોંચી વળવા ભારતીય નિયમનકારે બેંકોને તેમની આંતરિક સુરક્ષા વ્યવસ્થાની પુનઃસમીક્ષા કરવા સ્પષ્ટ આદેશ આપ્યો છે.

આ કડકાઈ પાછળનું એક મુખ્ય કારણ બેંકોની એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (API) સિસ્ટમમાં રહેલી સંભવિત ખામીઓ છે. બેંકો આ સોફ્ટવેર લિંક દ્વારા નોન-બેંક ધિરાણકર્તાઓ અને ફિનટેક કંપનીઓ સાથે જોડાયેલી હોય છે, જે હેકર્સો માટે ઘૂસખોરી કરવાનો મુખ્ય માર્ગ બની ગઈ છે. તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ડેટા લીક થવાની ઘટના અને મુંબઈની બે નોન-બેંક ફાઇનાન્સિયલ કંપનીઓમાં થયેલા લાખો ડોલરના અનધિકૃત વ્યવહારોએ બેંકિંગ ક્ષેત્રની ચિંતાઓમાં ભારે વધારો કર્યો છે. હેકર્સોએ આ કેસોમાં લોન વિતરણ માટેની API કનેક્ટિવિટીને જ હેક કરીને ગેરકાયદેસર ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત, સાયબર સુરક્ષા એજન્સી CERT-In પણ આ અંગે ચેતવણી જારી કરી ચૂકી છે અને તેણે નાણાકીય સંસ્થાઓના અધિકારીઓ માટે વિશેષ તાલીમ શિબિરોનું પણ આયોજન કર્યું છે.

જોકે RBI દ્વારા અગાઉ પણ સાયબર સુરક્ષા માટેના માર્ગદર્શક સિદ્ધાંતો જારી કરવામાં આવ્યા હતા, પરંતુ જમીની સ્તરે તેનું અમલીકરણ અપેક્ષિત સ્તરનું ન હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. હવે કેન્દ્રીય બેંક માત્ર કાગળ પરની નીતિઓ જોવાને બદલે વાસ્તવિક અમલીકરણ પર ભાર મૂકી રહી છે અને ખાસ કરીને નાના ધિરાણકર્તાઓ તથા થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઇડર્સ જેવા સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખી રહી છે. અમેરિકા અને બ્રિટન સહિતના વૈશ્વિક નિયમનકારો પણ AI આધારિત જોખમો સામે લડવા સક્રિય થયા છે ત્યારે RBIનું આ પગલું ભારતીય બેંકિંગ પ્રણાલીને સુરક્ષિત અને વિશ્વાસપાત્ર બનાવવા માટે અત્યંત સમયાનુકૂળ અને આવશ્યક સાબિત થઈ રહ્યું છે.

LATEST ARTICLES