JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

જો રશિયાથી ક્રૂડ ઓઈલનો પુરવઠો અટકે તો ભારતની ઊર્જા સુરક્ષા સામે સર્જાઈ શકે છે ગંભીર કટોકટી

Oct 30, 2026 | 11:45 | By JAMNAGAR MIRROR
જો રશિયાથી ક્રૂડ ઓઈલનો પુરવઠો અટકે તો ભારતની ઊર્જા સુરક્ષા સામે સર્જાઈ શકે છે ગંભીર કટોકટી
રશિયા-યુક્રેન યુદ્ધ અને શિપિંગ ખર્ચમાં વધારા વચ્ચે જો રશિયાથી ઓઈલ આયાત બંધ થાય, તો ભારતને નવા સ્ત્રોતો શોધવામાં મોટો આર્થિક અને વ્યવસ્થાપકીય બોજો વેઠવો પડી શકે છે.

વૈશ્વિક સ્તરે બદલાતા ભૂ-રાજકીય સમીકરણો વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષાને લઈને ચિંતાઓ વધી રહી છે. ભૂતકાળમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે જ્યારે હોરમૂઝની સામુદ્રધુની દ્વારા થતો ક્રૂડ ઓઈલનો પુરવઠો ખોરવાયો હતો, ત્યારે ભારતે વિવિધ વિકલ્પો તપાસ્યા હતા. આ દરમિયાન રશિયા ભારત માટે ક્રૂડ ઓઈલના એક મોટા અને સસ્તા પુરવઠાકાર તરીકે ઉભરી આવ્યું હતું. કેપ્લરના વિશ્લેષક સુમિત રિતોલિયાના જણાવ્યા અનુસાર, યુદ્ધની શરૂઆત બાદ ભારતે મોટા પ્રમાણમાં રશિયન તેલ મંગાવ્યું હતું, પરંતુ દરિયાઈ પરિવહન (શિપિંગ) ખર્ચમાં થયેલા ભારે વધારાને કારણે હવે રશિયન તેલનો આર્થિક ફાયદો ઘટ્યો છે અને તેની કુલ કિંમતમાં પણ વધારો નોંધાયો છે.

જો રશિયા તરફથી મળતું ક્રૂડ ઓઈલ અચાનક બંધ થઈ જાય, તો દેશની ઓઈલ રિફાઈનરીઓ સમક્ષ ગંભીર પડકારો ઊભા થશે. આવી સ્થિતિમાં ભારતને મધ્ય પૂર્વ, આફ્રિકા અથવા અન્ય પ્રદેશો તરફ નવેસરથી વળવું પડશે, જેનાથી ખરીદી અને ટ્રાન્સપોર્ટેશન બંનેનો ખર્ચ વધી જશે. હાલમાં ભારતીય રિફાઈનરીઓ ટૂંકા અંતર અને ઓછા પરિવહન ખર્ચને કારણે મધ્ય પૂર્વના દેશો પર વધુ ભાર મૂકી રહી છે. જોકે, રશિયન પુરવઠો અટકવાની સ્થિતિમાં માત્ર વધુ કિંમત ચૂકવવાનો જ પ્રશ્ન નથી, પરંતુ તેલની ઉપલબ્ધતા, ટેન્કરોની યોગ્ય વ્યવસ્થા અને વ્યાપક સપ્લાય ચેઈનને સુચારૂ રાખવી એ પણ એક વિશાળ પડકાર સાબિત થશે.

રશિયાના વિકલ્પ તરીકે વેનેઝુએલાનું હેવી ક્રૂડ ઓઈલ પણ એક સંભવિત સ્ત્રોત બની શકે છે, જે કેટલીક રિફાઈનરીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે. જો કે, વેનેઝુએલામાં મોટા પાયે રોકાણ વિના દૈનિક ઉત્પાદન અને નિકાસમાં મર્યાદિત વધારો જ થઈ શકે તેમ હોવાથી ત્યાંથી પુરવઠો વધવાની શક્યતાઓ હાલ નહિવત્ છે. બીજી તરફ, ભારત પોતાની રિફાઇનિંગ ક્ષમતા સતત વધારી રહ્યું છે જેથી સ્થાનિક સ્તરે પેટ્રોલ, ડીઝલ તેમજ પ્લાસ્ટિક, પેકેજિંગ અને કાપડ જેવા ક્ષેત્રોમાં વપરાતા પેટ્રોકેમિકલ ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળી શકાય. આમ, જો રશિયન ઓઈલનો પ્રવાહ રોકાય તો દેશમાં ઈંધણની ઉપલબ્ધતા અને તેના ભાવો પર સીધી અસર પડી શકે છે.

LATEST ARTICLES