JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

રણજી ટ્રોફી: પાર્થ ભૂતના ઘાતક સ્પિન આક્રમણ સામે આસામ બેસહારા, સૌરાષ્ટ્રની ઇનિંગ્સ અને 12 રને ભવ્ય જીત

Oct 29, 2026 | 20:18 | By JAMNAGAR MIRROR
રણજી ટ્રોફી: પાર્થ ભૂતના ઘાતક સ્પિન આક્રમણ સામે આસામ બેસહારા, સૌરાષ્ટ્રની ઇનિંગ્સ અને 12 રને ભવ્ય જીત
ડાબોડી સ્પિનર પાર્થ ભૂતના ઘાતક પ્રદર્શન અને શાનદાર બોલિંગી ટીમને આસામ સામે એક ઇનિંગ્સ અને 12 રને શાનદાર વિજય અપાવ્યો છે. આ શાનદાર જીત સાથે સૌરાષ્ટ્રે બોનસ પોઈન્ટ મેળવીને પોઈન્ટ્સ ટેબલમાં બીજું સ્થાન હાંસલ કર્યું છે.

રણજી ટ્રોફી એલિટ ગ્રુપ બી ની રોમાંચક મેચમાં સૌરાષ્ટ્રની ટીમનો દબદબો જોવા મળ્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં આસામે સિબશંકર રોયની સદી અને કેપ્ટન ડેનિશ દાસના 90 રનની મદદથી 281 રન બનાવ્યા હતા, જેના જવાબમાં સૌરાષ્ટ્રે શાનદાર બેટિંગ કરતા 387 રનનો વિશાળ સ્કોર ખડકીને 106 રનની મહત્વપૂર્ણ લીડ મેળવી લીધી હતી. સૌરાષ્ટ્ર તરફથી હેત્વિક કોટકે 80 અને પ્રેરક માંકડે 76 રનની જવાબદારીપૂર્વક ઇનિંગ્સ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી.

મેચના ત્રીજા જ દિવસે સૌરાષ્ટ્રના બોલરોએ મેચ પર સંપૂર્ણ પકડ જમાવી લીધી હતી. આસામની બીજી ઇનિંગ્સમાં ડાબોડી સ્પિનર પાર્થ ભૂતે એવો તો ખળભળાટ મચાવ્યો કે આખી વિરોધી ટીમ માત્ર 94 રનમાં સમેટાઈ ગઈ હતી. પાર્થ ભૂતે અત્યંતઘાતક બોલિંગ કરતા માત્ર 17 રન આપીને 8 વિકેટ ઝડપી હતી અને મેચમાં કુલ 10 વિકેટ પોતાના નામે કરીને કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું. તેમને અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો પણ ઉત્તમ સાથ મળ્યો હતો, જેમણે બીજી ઇનિંગ્સમાં 2 વિકેટ ઝડપી હતી.

આ પ્રભાવશાળી વિજય સાથે સૌરાષ્ટ્રને એક બોનસ પોઈન્ટ પણ પ્રાપ્ત થયો છે, જેનાથી ટીમ હવે 3 મેચમાં 1 વિજય અને 2 ડ્રો સાથે કુલ 12 પોઈન્ટ્સ મેળવીને પોઈન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે પહોંચી ગઈ છે. આ રાઉન્ડની અન્ય મેચોમાં કર્ણાટકે પણ ત્રિપુરાને એક ઇનિંગ્સ અને 116 રનથી હરાવીને શાનદાર 7 પોઈન્ટ્સ મેળવ્યા છે, જ્યારે પંજાબ અને હૈદરાબાદ વચ્ચેની મેચ અનિર્ણિત એટલે કે ડ્રો રહી હતી.

LATEST ARTICLES