અમેરિકામાં આગામી મિડટર્મ ચૂંટણીનો માહોલ અત્યારથી જ ગરમાયો છે, જેમાં જ્યોર્જિયાના સેનેટર જોન ઓસોફે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મોરચો ખોલ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન જોન ઓસોફે એકદમ આક્રમક અંદાજમાં ટ્રમ્પ પર પ્રહાર કરતા તેમને ક્રોક એટલે કે ભ્રષ્ટ ગણાવ્યા છે. ઓસોફે જાહેરસભામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જ્યોર્જિયાની જનતા ક્યારેય કોઈ રાજા સામે ઝૂકશે નહીં અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા થઈ રહેલા સત્તાના દુરુપયોગને સાંખી લેવામાં નહીં આવે.
પોતાના આક્રમક ભાષણમાં ઓસોફે ઉમેર્યું હતું કે જ્યોર્જિયાના વોટર્સ આ ચૂંટણીમાં ટ્રમ્પની નીતિઓ અને તેમની કાર્યશૈલી સામે મજબૂત વિરોધ નોંધાવશે. ટ્રમ્પના શાસનકાળ અને તેમની પાવરનો ગલત ઉપયોગ કરવા સામે રાજ્યની જનતા એક થઈને મોટો સંદેશ આપવા માટે તૈયાર બેઠી છે. ઓસોફના આ નિવેદનથી અમેરિકન રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે અને બંને પક્ષો વચ્ચેનો રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
આ ચૂંટણી જ્યોર્જિયાના રાજકીય ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થવાની છે, કારણ કે આ પ્રકારના પ્રહારોથી વોટર્સનું ધ્રુવીકરણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બને તેવી પૂરી શક્યતા છે, અને તેના પરિણામો દેશભરના રાજકારણ પર મોટી અસર છોડશે. જ્યોર્જિયાના મતદારો હવે મિડટર્મ ચૂંટણીમાં બેલેટ પેપર દ્વારા કોના પક્ષમાં મોહર મારે છે તેના પર સૌની નજર ટકેલી છે.
