JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

બાંગ્લાદેશના પૂર્વ એરફોર્સ ઓફિસરનું રહસ્યમય મોત, પીએમ શેખ હસીનાના દેશ છોડવાનો બનાવ્યો હતો વીડિયો

Oct 29, 2026 | 17:10 | By JAMNAGAR MIRROR
બાંગ્લાદેશના પૂર્વ એરફોર્સ ઓફિસરનું રહસ્યમય મોત, પીએમ શેખ હસીનાના દેશ છોડવાનો બનાવ્યો હતો વીડિયો
શેખ હસીનાના દેશ છોડવાનો વીડિયો રેકોર્ડ કરનાર બાંગ્લાદેશ એરફોર્સના પૂર્વ ઓફિસરનું ઢાકામાં નદીમાંથી શંકાસ્પદ હાલતમાં શવ મળી આવ્યું છે. ગુમ થયાના એક દિવસ બાદ પોલીસને તેમનો મૃતદેહ મળ્યો હતો અને હાલ આ માલે તપાસ ચાલી રહી છે.

બાંગ્લાદેશના રાજકારણમાં અનેક હલચલ મચાવતી ઘટના વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશ એરફોર્સના 28 વર્ષીય પૂર્વ ઓફિસર KM તાહસિફ સૌરીનું શવ ગુરુવારે ઢાકાની એક નદીમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. તાહસિફ અગાઉ ગુમ થઈ ગયા હતા અને તેમના પિતાના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા કેટલાક સમયથી પોતાની સુરક્ષાને લઈને ચિંતા અનુભવી રહ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, તાહસિફ સૌરી 5 ઓગસ્ટ 2024ના રોજ પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ દેશ છોડ્યો તે સમયનો એક વીડિયો રેકોર્ડ કરવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. ગુરુવારે નેશનલ ઇમરજન્સી હેલ્પલાઈન 999 પર કોલ આવ્યા બાદ રિવર પોલીસે ઢાકાના ટોંગી બંદર ઘાટ વિસ્તારમાંથી તેમનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તેમની ઓળખ શરીર પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન અને કાંડા ઘડિયાળના આધારે થઈ હતી. પોલીસે શવને પોસ્ટમોર્ટમ માટે શહીદ સુહરાવર્દી મેડિકલ કોલેજ હોસ્પિટલ મોકલી આપ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સાચા કારણો જાણી શકાશે.

તાહસિફના પિતા KM એનાયેતુલ કરીમ હેલાલે જણાવ્યું કે તેમનો પુત્ર અગાઉ એરફોર્સમાંથી ડિસ્મિફ થયો હતો અને ત્યારબાદ તેણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ, નેત્ર ન્યૂઝ અને વર્ગો ટોબેકોમાં કામ કર્યું હતું. ઘટનાના દિવસે સાંજે એક જુનિયર મિત્ર તેને બોલાવવા આવ્યો હતો અને તાહસિફ નીચે ગયો તે પછી ક્યારેય પાછો ફર્યો નહોતો. નોંધનીય છે કે શેખ હસીના સરકારના પતન વખતે મિલિટરી હેલિકોપ્ટર અને એરફોર્સના પ્લેન દ્વારા ભારત ભાગી ગયા હતા અને હાલ ભારતમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છે. જો કે, પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તાહસિફના મોત અને તે વીડિયો વચ્ચે કોઈ સીધો સંબંધ હાલ સાબિત થયો નથી.

LATEST ARTICLES