JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

રૂપિયો નબળો પડવા છતાં ભારતમાં બિઝનેસ ડિલ્સની ગાડી મજબૂતાઈથી દોડી રહી છે

Oct 29, 2026 | 16:05 | By JAMNAGAR MIRROR
રૂપિયો નબળો પડવા છતાં ભારતમાં બિઝનેસ ડિલ્સની ગાડી મજબૂતાઈથી દોડી રહી છે
શેરબજારમાં મંદી અને રૂપિયાના ઘટાડા છતાં ભારતીય બિઝનેસ માર્કેટમાં ડિલ્સનું પ્રમાણ જળવાઈ રહ્યું છે. હેલ્થકેર, ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણકારોનો ઉત્સાહ જોરદાર છે અને વિદેશી રોકાણકારો પણ આગામી સમયમાં ભારતમાં મોટું રોકાણ કરશે તેવી આશા છે.

રૂપિયામાં નબળાઈ અને શેરબજારમાં કડાકો બોલ્યો હોવા છતાં ભારતીય બિઝનેસ માર્કેટમાં ડિલ્સ કરવાની ગતિમાં કોઈ ખાસ કાપ આવ્યો નથી. સિટી બેંકના ઈન્ડિયા હેડ ઓફ ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ રાહુલ સરાફના જણાવ્યા અનુસાર, આજકાલની ડિલ્સ માત્ર પૈસા કમાવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે મોટી બિઝનેસ સ્ટ્રેટેજીના ભાગરૂપે થઈ રહી છે. ગ્લોબલ ડેટા મુજબ ચાલુ વર્ષે એમએન્ડએ ડિલ્સનું કુલ વેલ્યુ ગ ગ ઘટીને 95.5 બિલિયન ડોલર થયું છે, જે ગત વર્ષે 118.5 બિલિયન ડોલર હતું. જોકે, ડિલ્સની કુલ સંખ્યામાં ખાસ ફેરફાર થયો નથી, જે દર્શાવે છે કે રોકાણકારો હવે માત્ર અંદાજ લગાવવાને બદલે ખૂબ જ સમજી-વિચારીને નિર્ણયો લઈ રહ્યા છે.

આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો રૂપિયામાં આ વર્ષે લગભગ 6% જેટલો ઘટાડો નોંધાયો છે અને મે મહિનામાં તે રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો હતો, જેને સંભાળવા માટે સેન્ટ્રલ બેંકે અંદાજે 80 બિલિયન ડોલર ખર્ચ્યા છે. આ તરફ વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે આ વર્ષે 26 ઓક્ટોબર સુધીમાં રેકોર્ડ 32.56 બિલિયન ડોલરના ભારતીય શેરો વેચી દીધા છે અને બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ પણ જાન્યુઆરીની તેની રેકોર્ડ સપાટીથી લગભગ 14% નીચે ચાલી રહ્યો છે. તેમ છતાં, ઘરેલુ મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્શ્યોરન્સ કંપનીઓ પાસે અંદાજે 700 બિલિયન ડોલરની ઇક્વિટી હોવાને કારણે ભારતીય બજારમાં અન્ય વૈશ્વિક બજારોની સરખામણીએ ઘણી મજબૂતાઈ અને સ્થિરતા જોવા મળી રહી છે.

આગામી સમયમાં ભારતીય કંપનીઓ અને ચાઇનીઝ કંપનીઓ વચ્ચે ઇન્ડસ્ટ્રિયલ તથા કન્ઝ્યુમર સેક્ટરમાં ભાગીદારી વધવાની પૂરી શક્યતા છે, કારણ કે માર્ચ મહિનામાં સરકારે લઘુમતી ચાઇનીઝ હિસ્સા માટેના રોકાણના નિયમો હળવા કર્યા છે. હેલ્થકેર, કન્ઝ્યુમર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી સેક્ટરમાં પણ જોરદાર એક્ટિવિટી જોવા મળી રહી છે કારણ કે પ્રમોટર્સ હવે બિઝનેસના કન્સોલિડેશન માટે વધુ ખુલ્લા મનથી વિચારી રહ્યા છે. આરબીઆઈ દ્વારા નવા કેપિટલ કંટ્રોલ લાવવાના ડરને ફગાવી દેતા નિષ્ણાતો માને છે કે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ભારતના ગ્રોથ પર ભરોસો રાખીને ફરીથી મજબૂતાઈ સાથે પાછા ફરશે કારણ કે ભારતની મધ્યમથી લાંબા ગાળાની ગ્રોથ સ્ટોરી એકદમ મજબૂત છે.

LATEST ARTICLES