JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

નોર્થ કોરિયાએ સમુદ્ર તરફ દાગી મિસાઇલોની બોમાબારી, સાઉથ કોરિયા સાથે તણાવ ચરમસીમાએ

Oct 29, 2026 | 15:50 | By JAMNAGAR MIRROR
નોર્થ કોરિયાએ સમુદ્ર તરફ દાગી મિસાઇલોની બોમાબારી, સાઉથ કોરિયા સાથે તણાવ ચરમસીમાએ
સાઉથ કોરિયા સાથેના વધતા ઘર્ષણ વચ્ચે નોર્થ કોરિયાએ પૂર્વ કિનારેથી સમુદ્રમાં આશરે 10 શોર્ટ-રેન્જ બેલેસ્ટિક મિસાઇલોનું પરિક્ષણ કર્યું છે. આ ઘટનાથી કોરિયન પેનિન્સુલામાં સુરક્ષાનું જોખમ વધી ગયું છે અને પાડોશી દેશોની ચિંતામાં પણ મોટો વધારો થયો છે.

સાઉથ કોરિયાની સેના દ્વારા મળતી માહિતી મુજબ, નોર્થ કોરિયાએ ગુરુવારે તેના પૂર્વ કિનારાના વોન્સન શહેરમાંથી અંદાજે 10 શોર્ટ-રેન્જ બેલેસ્ટિક મિસાઇલો છોડીને ફરી એકવાર પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે. આ મિસાઇલોએ લગભગ 250 કિલોમીટર એટલે કે 155 માઇલનું અંતર કાપ્યું હતું. સાઉથ કોરિયા અને અમેરિકાની સેના આ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક પગલાનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જાપાનના ડિપાર્ટમેન્ટ દ્વારા પણ નોર્થ કોરિયા દ્વારા બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરવામાં આવ્યાની પુષ્ટિ કરવામાં આવી છે.

તાજેતરમાં બોર્ડર પર થયેલા લેન્ડ માઇન બ્લાસ્ટમાં સાઉથ કોરિયાના 3 સોલ્જર્સ ઇજાગ્રસ્ત થયા બાદ બંને દેશો વચ્ચે દુશ્મનાવટ વધુ ઘેરી બની છે. સાઉથ કોરિયાએ આ ઘટના માટે નોર્થ કોરિયાને જવાબદાર ઠેરવીને માફી માંગવાની માંગ કરી હતી, પરંતુ પ્યોંગયાંગે આ આરોપોને સદંતર ફગાવી દીધા છે. આ વિવાદ વચ્ચે નોર્થ કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન તાજેતરમાં જ ચીનના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમણે ચીન સાથેના સંબંધો વધુ મજબૂત કરવા અને દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. નોર્થ કોરિયા સરહદ પર પ્રોપેગ્ડા બ્રોડકાસ્ટ શરૂ કરવાની ધમકી પણ આપી ચૂકી છે.

આ વધતા તણાવને કારણે પ્રાદેશિક શાંતિ સામે મોટું સંકટ ઊભું થયું છે. ચીનના ફોરેન મિનિસ્ટ્રીએ આ મામલે નિવેદન આપતા આશા વ્યક્ત કરી છે કે તમામ સંબંધિત દેશો કોરિયન પેનિન્સુલામાં શાંતિ જાળવવા માટે રાજકીય સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કરશે. જો કે, સરહદ પર નોર્થ કોરિયા દ્વારા નવા ડિફેન્સ સ્ટ્રક્ચર્સ ઊભા કરવા અને હથિયારોનું ટેસ્ટિંગ વધારવાથી આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવી પૂરી શક્યતા છે.

LATEST ARTICLES