JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકામાં મોટો ફેરફાર, ઈરાન સાથે સંભવિત તણાવ વચ્ચે ટોચના મિલિટરી ઓફિસર હટાવાયા

Oct 29, 2026 | 15:50 | By JAMNAGAR MIRROR
અમેરિકામાં મોટો ફેરફાર, ઈરાન સાથે સંભવિત તણાવ વચ્ચે ટોચના મિલિટરી ઓફિસર હટાવાયા
અમેરિકી આર્મીના લેફ્ટનન્ટ જનરલ બ્રેટ સિલ્વિયાને તેમની જવાબદારીમાંથી મુક્ત કરાયા છે. રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રમ્પ ઈરાન સામે નવા મિલિટરી સ્ટ્રાઈક અંગે વિચારી રહ્યા છે તેવા સમયે જ આ મોટો નિર્ણય લેવાયો છે.

અમેરિકાના રક્ષા વિભાગમાં ફરી એકવાર ઉચ્ચ સ્તરે મોટો ફેરફાર જોવા મળ્યો છે, જેમાં આર્મીના લેફ્ટનન્ટ જનરલ બ્રેટ સિલ્વિયાને જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફની સ્ટ્રેટેજી અને પ્લાનિંગ ડ્યુટીઝમાંથી હટાવી દેવામાં આવ્યા છે. હાલમાં એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રમ્પ ઈરાન સામે ફરીથી મોટા પાયે મિલિટરી સ્ટ્રાઈક કરવા પર વિચાર કરી રહ્યા છે, અને આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે જ આ મહત્ત્વની કાર્યવાહી કરવામાં આવી છે.

ડિફેન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ, બ્રેટ સિલ્વિયાને આ સપ્તાહે જ સ્ટ્રેટેજી, પ્લાન્સ એન્ડ પોલિસીના હેડ પદેથી દૂર કરવામાં આવ્યા છે. ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પાછા ફર્યા ત્યારથી જ અનેક સીનિયર મિલિટરી અધિકારીઓને વિદાય આપવામાં આવી છે. ગયા મહિને જ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે જાહેરાત કરી હતી કે યુએસએ જનરલ્સ અને એડમિરલ્સની સંખ્યામાં 20% ઘટાડો કર્યો છે. મિલિટરીમાં વધુ જવાબદારી નક્કી કરવાના ભાગરૂપે આ પગલું લેવાયું હોવાનું કહેવાયું છે, જોકે બ્રેટ સિલ્વિયાને કયા ચોક્કસ કારણસર હટાવાયા છે તે હજુ સ્પષ્ટ થયું નથી અને તેમની જગ્યાએ કોઈ નવા નામની જાહેરાત પણ કરવામાં આવી નથી.

આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે 3 નવેમ્બરની મિડટર્મ ઈલેક્શન બાદ ટ્રમ્પ ઈરાન સામે ફરીથી સૈન્ય કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા હોવાની ચર્ચાઓ છે. અગાઉ ફેબ્રુઆરીમાં તેહરાન પર થયેલા સંયુક્ત હુમલા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, છેલ્લા કેટલાક સપ્તાહોથી જમીન પર કોઈ મોટા હુમલા થયા નથી અને દુશ્મનાવટ મુખ્યત્વે કોમર્શિયલ શિપિંગ પરના હુમલા પૂરતી સીમિત રહી છે. ભૂતકાળમાં 101st એરબોર્ન ડિવિઝનનું નેતૃત્વ કરી ચૂકેલા સિલ્વિયાની વિદાય બાદ પેન્ટાગોન દ્વારા આ મામલે હજુ સુધી કોઈસત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

LATEST ARTICLES