JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પ્રિન્સ વિલિયમ્સનો મોટો નિર્ણય, હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે ડચી ઓફ કોર્નવોલની 20 ટકા એસેટ્સ વેચશે

Oct 29, 2026 | 07:05 | By JAMNAGAR MIRROR
પ્રિન્સ વિલિયમ્સનો મોટો નિર્ણય, હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે ડચી ઓફ કોર્નવોલની 20 ટકા એસેટ્સ વેચશે
બ્રિટિશ રાજપરિવારના પ્રિન્સ વિલિયમે પોતાના વિશાળ એસ્ટેટ ડચી ઓફ કોર્નવોલમાંથી 20 ટકા એસેટ્સ વેચવાનો નિર્ણય કર્યો છે. અંદાજે 670 મિલિયન ડોલર ઊભા કરીને આ રકમનો ઉપયોગ સોશિયલ હાઉસિંગ, પર્યાવરણ અને ક્લીન એનર્જી પ્રોજેક્ટ્સ પાછળ કરવામાં આવશે. પ્રિન્સના આ પગલાથી હોમલેસનેસ જેવી સમસ્યાઓ દૂર કરવામાં મોટી મદદ મળશે.

બ્રિટિશ રાજપરિવારના પ્રિન્સ વિલિયમે પોતાના પ્રાઇવેટ એસ્ટેટને લઈને એક મોટો અને જનહિતનો નિર્ણય લીધો છે. વર્ષ 2022માં રાણી એલિઝાબેથ II ના નિધન બાદ પ્રિન્સ વિલિયમને 128,000 એકરમાં ફેલાયેલું ડચી ઓફ કોર્નવોલ એસ્ટેટ મળ્યું હતું, જેની કિંમત 1.3 બિલિયન ડોલર કરતા પણ વધુ છે અને તેનાથી વાર્ષિક અંદાજે 31 મિલિયન ડોલરની આવક થાય છે. હવે આ ભવિષ્યના રાજાએ પરંપરાગત કમાણીથી આગળ વધીને સામાજિક જરૂરિયાતો, પ્ર્યાવરણ પુનઃપ્રાપ્તિ અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સને વેગ આપવા માટે ડચીની આશરે 20 ટકા એસેટ્સ વેચવાની યોજના બનાવી છે, જેનાથી અંદાજે 670 મિલિયન ડોલર ફંડ એકત્ર થઈ શકે છે.

વર્ષ 1337માં સ્થપાયેલું આ ડચી ઓફ કોર્નવોલ એસ્ટેટ જમીન અને પ્રોપર્ટી દ્વારા સિંહાસનના વારસદારને આર્થિક સહારો આપે છે. પ્રિન્સ વિલિયમના નેતૃત્વમાં હવે આ એસ્ટેટનો ઉપયોગ કોર્નવોલ, ડાર્ટમૂર, આઇલ્સ ઓફ સિલી, બાથ અને લંડન જેવા 5 મુખ્ય વિસ્તારોના સ્થાનિક પડકારોને પહોંચી વળવા માટે કરવામાં આવશે. વિલિયમની પ્રાથમિકતાઓમાં હોમલેસનેસની સમસ્યા દૂર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે, જેના ભાગરૂપે કોર્નવોલના નાન્સલેડન ખાતે સોશિયલ હાઉસિંગ ડેવલપ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, ડાર્ટમૂર પ્રિઝનમાંથી મળતી વાર્ષિક 2 મિલિયન ડોલરની રેન્ટલ ઇન્કમ પણ પ્રિન્સટન કોમ્યુનિટી ફંડ દ્વારા સ્થાનિક જનતાના કલ્યાણ માટે પાછી વાળી દેવામાં આવી છે.

આ સમગ્ર પ્રોજેક્ટ્સમાં પ્રિન્સ વિલિયમની પત્ની પ્રિન્સેસ કેટરિનાના અર્લી ચાઇલ્ડહાઇડ ઇનિશિએટિવ સાથે પણ તાલમેલ બેસાડવામાં આવ્યો છે, જેથી બાળકોના માનસિક વિકાસ અને નેચર વચ્ચેના સંબંધોને મજબૂત કરી શકાય. આ પ્રકારના પગલાંઓથી સાબિત થાય છે કે પ્રિન્સ વિલિયમ પોતાની તાકાત અને સંસાધનોનો ઉપયોગ માત્ર શાહી પરિવારની પરંપરા જાળવવા માટે નહીં, પરંતુ સામાન્ય લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા માટે કરી રહ્યા છે. આગામી સમયમાં આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત થશે અને જરૂરિયાતમંદ લોકોને મોટો આશરો મળશે.

LATEST ARTICLES